Surat Corona Cases:  છેલ્લા 24 કલાકમાં સુરત (Surat)  જિલ્લામાં કોરોના (Corona virus)ના રેકોર્ડબ્રેક 775 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણ હાલ પિક પર છે અને તેમા સૌથી વધુ પ્રભાવિત શહેર સુરત છે. સુરત શહેરમાં 611 અને ગ્રામ્યના 164 મળી છેલ્લા 24 કલાકમાાં કોરોનાના કુલ 775 કેસ નોંધાયા છે.


સુરતમાં શું છે કોરોનાની સ્થિતિ



સુરત શહેરમાં સૌથી વધુ અઠવામાં 112, રાંદેરમાં 103 અને લિંબાયતમાં 80 કેસ છે. સુરત શહેરમાં કુલ કેસનો આંકડો 48 હજાર 466 અને મૃત્યુઆંક 878 થયો છે. જ્યારે ગ્રામ્યમાં કુલ કેસ 14 હજાર 664 કેસ છે. તો મૃત્યુઆંક 287 છે. આમ શહેર અને ગ્રામ્ય મળીને કુલ કેસનો આંકડો 63 હજાર 130 અને મૃત્યુઆંક 1 હજાર 165 છે.  આ દરમિયાન સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની છે.


શું બની ઘટના કે તંત્ર દોડતું થઈ ગયું


આંજણા વિસ્તારનો કોરોના પોઝિટીવ (Corona Positive) દર્દી સરનામું ખોટું લખાવી અંડર ગ્રાઉન્ડ થઇ જતા સુરત મનપાનું (SMC) આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી. આંજણા-ડુંભાલ વિસ્તારના સતપાલ આરીયા નામના યુવાને ડુંભાલ હેલ્થ સેન્ટર પર કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. સતપાલે જે સરનામું જણાવ્યું હતું તે આંજણાના રૂમ નં. 79 ડી 1 એપાર્ટમેન્ટ ખાતે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી પરંતુ તે સરનામા પર સતપાલ નામની વ્યક્તિ રહેતી ન હતી અને મોબાઇલ નંબર પર સંર્પક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફોન સ્વીચ ઓફ હતો. જેને પગલે લિંબાયત ઝોનના આરોગ્ય વિભાગના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર અલ્પેશ રાઠોડે ખોટું સરનામું લખાવી અંડર ગ્રાઉન્ડ થઇ જનાર સતપાલ આરીયા વિરૂધ્ધ એપેડમિક ડિસીઝ એક્ટ હેઠળ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. 


સુરતમાં મેયર સહિત કોણ કોણ આવ્યું કોરોનાની ઝપેટમાં


સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat Municipal Elections 2021) બાદ નેતા અને કાર્યકર્તાઓ સતત કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. સુરતમાં મનપાના હોસ્પિટલ સમિતિ ચેરમેન રાજેશ જોલિયા અને કતારગામ વોર્ડ નબર 7ના નગર સેવક નરેંદ્ર પાંડવ કોરોના સંક્રમિત થયા છે. હાલ બંને નેતાઓ હોમ ક્વોરંટાઈન થયા છે અને સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરવાની અપીલ કરી છે.  સુરતમાં માત્ર બે દિવસમાં મેયર સહિત ભાજપના 7 અન આમ આદમી પાર્ટીના એક નગરસેવક કોરોના સંક્રમિત થયા છે. જે ચિંતાનું કારણ છે.


રાશિફળ 29 માર્ચ:  આજે ધૂળેટી, જાણો કઈ જાતિના જાતકોને કેવો કલર ફળશે