Honey Trap: સુરતમાં વધુ એક હનીટ્રેપ, મહિલાએ વૃદ્ધને મળવા બોલાવીને ખંખેરી લીધા 5.80 લાખ રૂપિયા
Surat Honey Trap: આ ઘટનામાં આખી ટોળકી સક્રીય હોવાની વાત સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી

Surat Honey Trap: સુરતમાં વધુ એક હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે. એક આધેડને એક મહિલાએ મળવા બોલાવીને પાંચ લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી લીધી છે, આ ઘટનામાં આખી ટોળકી સક્રીય હોવાની વાત સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી, બાદમાં મહિલા સહિત ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી હતી.
માહિતી પ્રમાણે, સુરતના લસકાણા વિસ્તારમાં આ હનીટ્રેપની ઘટના ઘટી છે. લસકાણા ખોલવડના એક આધેડને હનીટ્રેપ ટોળકીને જાળમાં ફસાવ્યા હતા. આ ટોળકીએ વૃદ્ધને હેમલત્તા ખેની નામની મહિલાને મળવા બોલાવ્યા હતા, આ દરમિયાન આ ટોળકીએ આધેડને પોલીસના ખોટા આઈકાર્ડ બતાવી દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી, અને બાદમાં 5.80 લાખ પડાવી લીધા હતા. આધેડની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતાં હનીટ્રેપની આ ઘટનામાં ત્રણ આરોપીઓ રમેશ નાવડીયા, સંજય પોકળ, રાહુલ કથીરિયાની ધરપકડ કરી હતી.
મોબાઈલની લત કેટલી ખતરનાક? સુરતમાં મોબાઈલ માટે પિતાએ ઠપકો આપતા 17 વર્ષના પુત્રએ આપઘાત કર્યો
સુરતના પાંડેસરા વિસ્તારમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં ધોરણ 12 માં અભ્યાસ કરતા 17 વર્ષીય સત્યમ ગુપ્તા નામના કિશોરે તેના પિતાએ મોબાઈલ ફોનમાં વધુ પડતા વ્યસ્ત રહેવા બદલ ઠપકો આપતા અને ફોન આપવાની ના પાડતા ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના July 18, 2025 ના રોજ બની હતી અને રવિવારે સારવાર દરમિયાન સત્યમનું મોત નીપજ્યું હતું. મૂળ યુપીના પ્રતાપગઢના વતની આ કિશોરના આત્મઘાતી પગલાથી પરિવારજનોમાં શોકનો માહોલ છે, અને પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ યુવાનોમાં મોબાઈલની લત અને તેના ગંભીર પરિણામો પર ફરી ચિંતા ઉભી કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, પાંડેસરાના ક્રિષ્ણા નગર ખાતે રહેતા અને શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવતા પપ્પુ યાદવનો 17 વર્ષીય પુત્ર સત્યમ ગુપ્તા ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. જોકે, સત્યમ અભ્યાસમાં ધ્યાન આપવાના બદલે મોટાભાગનો સમય મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત રહેતો હતો. તેના પિતાએ તેને ઘણીવાર ઠપકો આપ્યો હતો અને July 18, 2025 ના રોજ તેને મોબાઈલ ફોન આપવાની ના પાડી હતી. પિતાના આ ઠપકા અને નિર્ણયથી સત્યમને ખૂબ જ માઠું લાગી આવ્યું હતું. આ વાતથી નારાજ થઈને તેણે ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનોને આ અંગેની જાણ થતાં જ તેઓ સત્યમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં રવિવારે સાંજે સારવાર દરમિયાન સત્યમનું કરુણ મોત નીપજ્યું હતું.





















