Crime: સુરતમાં પ્રેમ પ્રકરણમાં કિશોરીની આત્મહત્યા, પરિવારે ઠપકો આપતાં ભર્યુ મોતનું પગલું
Surat Crime News: સુરતમાં ગભરાઈ વિસ્તારમાં આવેલી સચિન GIDC વિસ્તારમાં રહેતી એક કિશોરીએ આત્મહત્યા કરી લીધી છે

Surat Crime News: સુરતમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે, પ્રેમ પ્રકરણમાં એક કિશોરીએ મોતને વ્હાલુ કર્યું હોવાનો દાવો થઇ રહ્યો છે. 15 વર્ષીય કિશોરીને પરિવારે ઠપકો આપતાં આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યુ છે. હાલમા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં પ્રેમ પ્રકરણમાં આત્મહત્યાની ઘટનાથી પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતમાં ગભરાઈ વિસ્તારમાં આવેલી સચિન GIDC વિસ્તારમાં રહેતી એક કિશોરીએ આત્મહત્યા કરી લીધી છે. પરિવારે આ 15 વર્ષીય કિશોરીને પ્રેમ પ્રકરણમાં ઠપકો આપતાં તેને આત્મહત્યા કરી લીધી હતી. જોકે, આ સમગ્ર ઘટના મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરતમાં 'લવ જેહાદ', મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી હિન્દુ યુવતીને ગર્ભવતી બનાવી, પત્નીએ પણ આપ્યો સાથે
સુરતમાંથી વધુ લેવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આ ઘટના શહેરના અડાજણ વિસ્તારમાં બની છે. ઘટનાની વિગતો એવી છે કે, સુરતમાં અડાજણમાં એક મુસ્લિમ યુવક જેનું નામ યુસુફ છે, તેને હિન્દુ નામ ધારણ કરીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. બન્ને વચ્ચે શારીરિક સંબંધો રહ્યા અને બાદમાં મુસ્લિમ યુવક યુસુફે હિન્દુ યુવતીને ગર્ભવતી બનાવી દીધી હતી. યુયુફના આ કાળી કરતૂતમાં તેની પત્નીએ પણ સાથે આપ્યો હોવાનું ખુલ્યુ છે. નરાધમ યુસુફે તેની પત્ની સાથે મળીને હિન્દુ યુવતીનો ગર્ભપાત કરાવ્યો હતો. જોકે, સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતાં અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. હાલમાં પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી યુયુફ અને તેની પત્નીની ધરપકડ કરી લીધી છે.
આ પણ વાંચો
Surat: સુરતમાં વિદ્યાર્થીનીની આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો, બંગલામાં ચાલતી હતી સ્કૂલ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
