Surat Development News: સુરતમાં આગામી દિવસોમાં વિકાસની ગતિમાં વધારો થવાનો છે, હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, સુરતમાં MMTH પ્રૉજેક્ટને મંજૂરી મળી છે, રેલવે વિભાગે શહેરમાં MMTH પ્રૉજેક્ટ અંતર્ગત એલિવેટેડ રૉડ કોરિડૉરને મંજૂરી આપી દીધી છે. આ પ્રૉજેક્ટ અંતર્ગત હવે શહેરમાં 496 કરોડના ખર્ચે નવો 42 ફૂટ ઊંચો એલિવેટેડ રૉડ બનાવવામાં આવશે. સુરતને વિશ્વ કક્ષાના રેલવે સ્ટેશનની સુવિધા આપવા માટે MMTH પ્રૉજેક્ટને કાર્યરત કરવામાં આવ્યો છે. 




તાજા માહિતી પ્રમાણે, સુરતમાં આગામી દિવસોમાં વિકાસની ગતિ પુરજોશમાં રહેશે, કેન્દ્ર સરકાર સુરતને વિશ્વ કક્ષામાં પર ચમકાવવા માટે પ્રયાસ કરી રહી છે, હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, MMTH પ્રૉજક્ટમાં સુરતમાં હાલમાં 496 કરોડના ખર્ચે એલિવેટેડ રૉડ બનાવવા મંજૂરી મળી ગઇ છે. આ પ્રૉજેક્ટ અંતર્ગત સુરતમાં 42 ફૂટ ઊંચો એલિવેટેડ રૉડ બનાવીને વરાછા, LH રૉડ અને રિંગ રૉડને નવા રેલવે સ્ટેશન સાથે જોડાશે. વરાછા- LH રૉડનાં બંને ગરનાળાં, આયુર્વેદિક કૉલેજ સહિતની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવશે. ખાસ વાત છે કે, સુરતને વિશ્વ કક્ષાના રેલવે સ્ટેશનની સુવિધા આપવા MMTH પ્રૉજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. શહેરના રસ્તાને મલ્ટિમૉડ પરિવહન અંતર્ગત કનેક્ટિવિટી પુરી પાડવા 496 કરોડના ખર્ચે એલિવેટેડ રૉડ કોરિડૉર બાંધવા રેલવે મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. હવે 12.5 મીટર (42 ફૂટ) ઉંચાઈએ નવો એલિવેટેડ રૉડ બનશે. 5.47 કિમી લાંબા આ કોરિડૉરને પગલે વરાછા ખાંડ બજાર રૉડથી લઈ લંબે હનુમાન રૉડ અને રિંગ રૉડ સીધા રેલવે સ્ટેશન સાથે જોડાશે, જેથી વરાછા ગરનાળુ, ખાંડ બજાર, એલ.એચ.રૉડ ગરનાળા, લાલ દરવાજા, આયુર્વેદિક કૉલેજ અને રેલવે સ્ટેશન વિસ્તારની ટ્રાફિક સમસ્યાનો મહત્તમ ઉકેલ આવી જશે. વરાછા અને રિંગ રૉડ, સેન્ટ્રલ ઝૉન વિસ્તારમાં વાહન વ્યવહાર આવાગમન ખુબજ સરળ થઈ જશે, તેમજ જે નવું કૉમર્શિયલ હબ બનશે ત્યાં સુધી લોકો સીધા પહોંચી શકશે. યાત્રીઓ માટે પ્લેટફોર્મ સુધી જવું સુવિધાજનક થઈ જશે. સુરત રેલવે સ્ટેશન ખાતે એલિવેટેડ રૉડના વિકાસ કાર્યોને રેલવે વિભાગની મંજૂરી મળી છે, જે માટે સુરતના સાંસદ અને રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ આ પ્રૉજેક્ટને ઝડપથી પૂરો કરવા માટે કામની ગતિ વધારવા સતત પ્રયત્નશીલ છે.