એન્ટી રેગિંગ કમિટીએ 12 ઓગસ્ટે ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત કેસનો તપાસ રિપોર્ટ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ને સુપરત કર્યો છે. રિપોર્ટમાં રેગિંગ અને માનસિક ત્રાસની વિગતો સામે આવી હોવાની ચર્ચા છે.
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Surat ragging case: 12 ઑગસ્ટે સાંજે એન્ટી રેગિંગ કમિટીએ તૈયાર કરેલો વિસ્તૃત તપાસ રિપોર્ટ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને સત્તાવાર રીતે સુપ્રત કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ સોંપ્યાના તુરંત બાદ જ ડીન ડો.જયેશ બ્રહ્મભટ્ટે રજા પર જવાનો નિર્ણય લીધો હતો

- ડૉ. હર્ષ પંડ્યા આપઘાત: એન્ટી રેગિંગ રિપોર્ટ VNSGUને સોંપાયો.
- રિપોર્ટ પછી ડીન રજા પર; અધિકારીઓ સામે ધરપકડ માગ.
- ડીન, HOD સામે રેગિંગ-બેદરકારી બદલ કાર્યવાહીની માંગ ઉઠી.
Surat ragging case:સુરતની સિવિલ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં મહત્વનો વળાંક આવ્યો છે. 12 ઓગસ્ટે એન્ટી રેગિંગ કમિટીએ તૈયાર કરેલો તપાસ રિપોર્ટ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ને સોંપ્યો હતો. રિપોર્ટ સોંપાયા બાદ મેડિકલ કોલેજના ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટ રજા પર ઉતરી ગયા છે. બીજી તરફ, ડીન, માઈક્રોબાયોલોજી વિભાગના HOD અને હોસ્ટેલ સુપ્રિટેન્ડન્ટ સામે કાર્યવાહી અને ધરપકડની માગ પણ ઉઠી છે.
એન્ટી રેગિંગ કમિટીએ VNSGUને રિપોર્ટ સોંપ્યો
ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં રેગિંગના આક્ષેપોને લઈને એન્ટી રેગિંગ કમિટી દ્વારા તપાસ કરવામાં આવી હતી. 12 ઓગસ્ટે સાંજે કમિટીએ તૈયાર કરેલો વિસ્તૃત તપાસ રિપોર્ટ સત્તાવાર રીતે VNSGUને સુપરત કર્યો હતો. રિપોર્ટમાં રેગિંગ અને માનસિક ત્રાસને લઈને મહત્વની વિગતો સામે આવી હોવાની ચર્ચા છે. રિપોર્ટના આધારે હવે જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી થશે કે નહીં તેના પર સૌની નજર છે.
રિપોર્ટ સોંપાયા બાદ ડીન રજા પર
એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ યુનિવર્સિટીને સોંપવામાં આવ્યા બાદ સિવિલ મેડિકલ કોલેજના ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટ રજા પર ઉતરી ગયા છે. ડીનના અચાનક રજા પર જવાને લઈને મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના તંત્રમાં ચર્ચા તેજ બની છે.ડૉ. હર્ષ પંડ્યાના આપઘાતમાં રેગિંગના આક્ષેપો બાદ પહેલેથી જ સિવિલ કેમ્પસમાં રોષ અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
ડીન-HOD અને સુપ્રિટેન્ડન્ટ સામે ધરપકડની માગ
આ સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના મહામંત્રી શૈલેષભાઈ ડી. પાઠકે ગાંધીનગરના આરોગ્ય મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે.
શૈલેષ પાઠકે આક્ષેપ કર્યો છે કે મેડિકલ કોલેજમાં રેગિંગ અને સમયસર કરવામાં આવેલી રજૂઆતો પર યોગ્ય ધ્યાન ન આપવાના કારણે ડૉ. હર્ષ પંડ્યાએ જીવ ગુમાવ્યો. તેમણે ગંભીર ફરજચૂક, દુષ્પ્રેરણા અને નિષ્ફળતાના આક્ષેપો સાથે ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટ, માઈક્રોબાયોલોજી વિભાગના HOD અને હોસ્ટેલ સુપ્રિટેન્ડન્ટ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવાની માગ કરી છે.
આ ઉપરાંત, તેમણે સંબંધિત અધિકારીઓની બદલી કરવાની તેમજ CCTV ફૂટેજ સહિત સમગ્ર મામલાની યોગ્ય તપાસ કરવાની પણ માગ કરી છે.
રેગિંગ મામલે અગાઉથી જાણ હોવાનો આક્ષેપ
ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત બાદ સામે આવેલા આક્ષેપોમાં સિનિયર તબીબો દ્વારા રેગિંગ અને માનસિક ઉત્પીડન કરવામાં આવતું હોવાની વાત સામે આવી છે. આ અંગે અગાઉથી જાણ હોવા છતાં યોગ્ય પગલાં લેવામાં આવ્યા ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. હવે એન્ટી રેગિંગ કમિટીના તપાસ રિપોર્ટ બાદ સમગ્ર મામલે જવાબદારી કોની નક્કી થાય છે અને કોની સામે કાર્યવાહી કરવામાં આવે છે તે મહત્વનું બન્યું છે.
હવે આગળ શું કાર્યવાહી થશે?
VNSGUને તપાસ રિપોર્ટ સોંપાયા બાદ હવે યુનિવર્સિટી અને સંબંધિત તંત્ર દ્વારા રિપોર્ટના તારણોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. બીજી તરફ, ડીન, HOD અને હોસ્ટેલ સુપ્રિટેન્ડન્ટ સામે કાર્યવાહી અને ધરપકડની માગથી મામલો વધુ ગરમાયો છે. ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં રેગિંગના આક્ષેપોની તપાસ, જવાબદારી નક્કી કરવા સહિત સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર હવે નજર રહેશે.
Before You Go
માંગરોળમાં હડકાયા કૂતરાનો આતંક, નાના બાળકો સહિત 10 થી 12 લોકોને બચકાં ભર્યા
Frequently Asked Questions
ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં તપાસ રિપોર્ટ કોને સોંપવામાં આવ્યો છે?
તપાસ રિપોર્ટ સોંપાયા બાદ મેડિકલ કોલેજના ડીન શું પગલાં લીધા છે?
એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ યુનિવર્સિટીને સોંપાયા બાદ સિવિલ મેડિકલ કોલેજના ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટ અચાનક રજા પર ઉતરી ગયા છે. આ પગલાંને લઈને તંત્રમાં ચર્ચા તેજ બની છે.
ડૉ. હર્ષ પંડ્યાના કેસમાં કોની સામે કાર્યવાહીની માગ ઉઠી છે?
શૈલેષ પાઠકે ગાંધીનગરના આરોગ્ય મંત્રીને પત્ર લખી ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટ, માઈક્રોબાયોલોજી વિભાગના HOD અને હોસ્ટેલ સુપ્રિટેન્ડન્ટ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવાની માગ કરી છે.





















