સુરતઃ ગુજરાતમાં કોરોનાનો કહેર સૌથી વધુ સુરતમાં છે, ત્યારે સુરતના ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ઉર્મિલા રાણાનું કોરોનાથી મોત થયું છે. છેલ્લા લાંબા સમયથી ઉર્મિલા રાણા કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. કોરોના પોઝિટિવ આવતા પરિવારને ક્વોરેન્ટાઇન કરાયો હતો. તેમનું નિધન થતાં ભાજપ પરિવારે શ્રદ્ધાંજલી પાઠવી છે.


આજે બારડોલી નગર પાલિકાના કાઉન્સિલરનું કોરોનાથી મોત થયું છે. બાલકૃષ્ણ પાટીલ ઉર્ફે ભાણા પાટીલનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયં છે. પાટીલ બારડોલી મહારાષ્ટ્રીયન સમાજના આગેવાન હતા. તેઓ સંક્રમિત થયા બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા.

નોંધનીય છે કે, સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત નીતિન ભજીયાવાલાના પત્ની જયશ્રીબેનને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ નીતિન ભજીયાવાલા અને તેમના પત્ની હોમ આઈસોલેશનમાં છે. નવી સિવિલ હોસ્પિટલના તબીબોની દેખરેખ સારવાર શરૂ થઈ છે.