સુરતઃ શહેરના કતારગામમાં પરિણીત યુવતી પર તેની જ ફ્રેન્ડના ભાઈએ વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવક યુવતીને અશ્લીલ ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને વારંવાર પરાણે શરીરસંબંધ બાંધતો હતો. તેમજ યુવતી ઇનકાર કરે તો તેના પતિ અને દીકરીઓને મારી નાંખવાની ધમકી આપતો હતો. અંતે કંટાળેલી પરિણીતાએ પતિને વાત કરતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, કતારગામમાં 28 વર્ષીય યુવતી પતિ અને બે દીકરી સાથે રહે છે. વર્ષ 2013માં યુવતીના લગ્ન થયા હતા. લગ્ન પહેલા યુવતીના પિતાના ઘર પાસે આરોપી રહેતો હતો. આરોપીની બહેન યુવતીની ફ્રેન્ડ હોવાથી બંને એકબીજાના ઘરે આવતા-જતા હતા. જેથી તે આરોપીના સંપર્કમાં આવી હતી.
વર્ષ 2019માં યુવતીને આરોપી યુવક સાથે મુલાકાત થઈ ત્યારે યુવકે કોઈ કામ હોય તો કહેજો એમ કહ્યું હતું. દરમિયાન યુવતીને લાયસન્સ કઢવવાનું હોવાથી યુવક સાથે વાત કરી હતી. જેથી આરોપીએ યુવતીને પાલ આરટીઓ બોલાવી હતી. અહીંથી તેઓ ડુમસ ખાતેની એક હોટલમાં ગયા હતા.
અહીં આરોપીએ યુવતીને નશાયુક્ત પીણું પીવડાવતા તે બેભાન થઈ ગઈ હતી. આ સમયે યુવકે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ યુવતીના અશ્લીલ ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. આ પછી યુવતીને વારંવાર આ ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવા લાગ્યો હતો અને યુવતી સાથે પરાણે શારીરિક સંબંધ બાંધતો હતો. યુવકે ધમકી આપી હતી કે, જો તું મારી સાથે શરીર સંબંધ નહીં બાંધે તો તારા ફોટા વાયરલ કરી દઈશ.
યુવતીએ યુવકથી કંટાળી આપઘાતની ધમકી આપી છતાં યુવકને કોઈ જ ફરક પડ્યો નહોતો. એટલું જ નહીં, આરોપીએ યુવતીને કહ્યું હતું કે, તું પોલીસ ફરિયાદ કરીશ તો જેમાંથી છૂટ્યા પછી તારા પતિ અને દીકરીઓને મારી નાંખીશ. આમ, યુવકથી કંટાળી અંતે યુવતીએ પતિને વાત કરતા યુવતીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં આરોપી યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આ આક્ષેપો કરવામાં આવ્યા છે. પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે.
Surat: 'જો તું મારી સાથે શરીર સંબંધ નહીં બાંધે તો તારા ફોટા વાયરલ કરી દઈશ'
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Feb 2021 10:15 AM (IST)
આરોપીએ યુવતીને પાલ આરટીઓ બોલાવી હતી. અહીંથી તેઓ ડુમસ ખાતેની એક હોટલમાં ગયા હતા. અહીં આરોપીએ યુવતીને નશાયુક્ત પીણું પીવડાવતા તે બેભાન થઈ ગઈ હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -