શોધખોળ કરો

Crime News: સુરતના માંડવીમાં 23 વર્ષીય યુવતીની હત્યા, હાથ બાંધી ગળું દબાવ્યું

Crime News: સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવડી ગામમાં 23 વર્ષીય યુવતીની હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુરતના માંડવીમાં 23 વર્ષીય યુવતી નિધિની હત્યા કરાઈ.
  • માતા-પિતા બહાર હતા, યુવતી ઘરમાં એકલી હતી.
  • ઘરમાંથી દાગીના ચોરાયા, લૂંટના ઇરાદે હત્યાની શંકા.
  • પોલીસે ડોગ સ્ક્વોડ સાથે તપાસ ચાલુ કરી છે.

Crime News: સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવડી ગામમાં 23 વર્ષીય યુવતીની હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ટેકરી ફળિયામાં રહેતી 23 વર્ષીય યુવતી  નિધિ પટેલ ઘરે એકલી હતી ત્યારે અજાણ્યા શખ્સો તેના ઘરમાં ઘૂસ્યા હતા અને તેના બંને હાથ બાંધી ગળું દબાવી હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટના બાદ ઘરમાંથી દાગીના ચોરાયા હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. જેને પગલે હત્યા પાછળ લૂંટનો ઇરાદો હતો કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

માતા-પિતા બહારગામ ગયા હતા, યુવતી ઘરે એકલી હતી

પ્રાથમિક માહિતી મુજબ નિધિ પટેલના માતા-પિતા ધાર્મિક સ્થળે દર્શન માટે બહારગામ ગયા હતા. દરમિયાન નિધિ ઘરે એકલી હતી. રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી યુવતીને નિશાન બનાવી હોવાની આશંકા છે. સવારે યુવતીની હત્યાની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.

 હાથ બાંધી ગળું દબાવી હત્યા કરાઈ હોવાની આશંકા

ઘરમાંથી નિધિ પટેલનો મૃતદેહ હાથ બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેના ગળા પર ઇજાના નિશાન મળી આવ્યા છે. યુવતીનું ગળું દબાવવા માટે ચાર્જરના વાયરનો ઉપયોગ કરાયો હોવાની પણ માહિતી સામે આવી છે. જોકે, હત્યાની ચોક્કસ રીત અને ઘટનાક્રમ પોસ્ટમોર્ટમ તથા ફોરેન્સિક તપાસ બાદ વધુ સ્પષ્ટ થશે ઘરમાં સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન ઘરમાંથી દાગીના ચોરાયા હોવાનું સામે આવ્યું છે. તેથી હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી હતી કે પછી હત્યા બાદ ચોરી કરવામાં આવી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ઘરમાંથી કેટલો મુદ્દામાલ ગાયબ થયો છે તેની પણ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માંડવી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. સુરત જિલ્લા LCB સહિતની ટીમોએ પણ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. ડોગ સ્ક્વોડની મદદથી પણ આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હત્યાની પાછળનું ચોક્કસ કારણ શું હતું, ઘટનામાં કેટલા લોકો સામેલ હતા અને લૂંટ સાથે હત્યાનું કનેક્શન શું છે તે સહિતના મુદ્દે તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં પૂછપરછ તેમજ અન્ય જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે.  પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. 

Frequently Asked Questions

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં કઈ ઘટના બની છે?

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવડી ગામમાં 23 વર્ષીય યુવતી નિધિ પટેલની હત્યા કરવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

યુવતીની હત્યા કેવી રીતે કરવામાં આવી?

અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી યુવતીના બંને હાથ બાંધી ગળું દબાવી હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી છે. ગળું દબાવવા માટે ચાર્જરના વાયરનો ઉપયોગ થયો હોવાની પણ આશંકા છે.

હત્યા પાછળનો પ્રાથમિક હેતુ શું હોઈ શકે છે?

પોલીસ તપાસમાં ઘરમાંથી દાગીના ચોરાયા હોવાનું સામે આવ્યું છે, તેથી લૂંટના ઇરાદે હત્યા કરાઈ હોવાની શંકા છે. પોલીસ લૂંટ અને હત્યાના જોડાણ અંગે તપાસ કરી રહી છે.

ઘટના સમયે યુવતી ઘરે એકલી શા માટે હતી?

યુવતી નિધિ પટેલના માતા-પિતા ધાર્મિક સ્થળે દર્શન કરવા માટે બહારગામ ગયા હોવાથી તે ઘરે એકલી હતી. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કર્યો હોવાની આશંકા છે.

Advertisement

ટોપ સ્ટોરી

નેપાળની વિનાશક પૂરમાં અત્યાર સુધી 1,290 લોકોનાં મૃત્યુ, જાણો હજુ કેટલા લોકો ગુમ
નેપાળની વિનાશક પૂરમાં અત્યાર સુધી 1,290 લોકોનાં મૃત્યુ, જાણો હજુ કેટલા લોકો ગુમ
ISROએ લોન્ચ કર્યો EOS-05 ઈમેજિંગ સેટેલાઈટ, ચીન-પાકિસ્તાન પર રહેશે તમામની નજર
ISROએ લોન્ચ કર્યો EOS-05 ઈમેજિંગ સેટેલાઈટ, ચીન-પાકિસ્તાન પર રહેશે તમામની નજર
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મુરઝાયું ગામ, વકર્યું કેન્સર
Ahmedabad Police: 4 વર્ષના બાળકનું અપહરણ! ગણતરીના કલાકોમાં સોલા હાઈકોર્ટ પોલીસે બચાવ્યું
Patan News: પાટણમાં ઉભરાતી ગટરની સમસ્યા ગંભીર! ગાંધીનગરથી ખાસ ટીમ પદ્મનાથ પહોંચી
Rajkot News: ઓવરટેક બાબતે બોલાચાલી બાદ મારામારી, ધોરાજીના યુવકનું સારવાર દરમિયાન મોત
Ahmedabad News: અમદાવાદમાં કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્રની દાદાગીરી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેપાળની વિનાશક પૂરમાં અત્યાર સુધી 1,290 લોકોનાં મૃત્યુ, જાણો હજુ કેટલા લોકો ગુમ
નેપાળની વિનાશક પૂરમાં અત્યાર સુધી 1,290 લોકોનાં મૃત્યુ, જાણો હજુ કેટલા લોકો ગુમ
ISROએ લોન્ચ કર્યો EOS-05 ઈમેજિંગ સેટેલાઈટ, ચીન-પાકિસ્તાન પર રહેશે તમામની નજર
ISROએ લોન્ચ કર્યો EOS-05 ઈમેજિંગ સેટેલાઈટ, ચીન-પાકિસ્તાન પર રહેશે તમામની નજર
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
BCCI રિવ્યૂ મીટિંગ ખતમ, લક્ષ્મણ નહીં બને ડિરેક્ટર, રોહિત શર્માની નિવૃત્તિથી લઈને સામે આવ્યા 5 મોટા અપડેટ
BCCI રિવ્યૂ મીટિંગ ખતમ, લક્ષ્મણ નહીં બને ડિરેક્ટર, રોહિત શર્માની નિવૃત્તિથી લઈને સામે આવ્યા 5 મોટા અપડેટ
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
Smriti Mandhana: મંધાના મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની, મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો
Smriti Mandhana: મંધાના મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની, મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો
Share Market Today : શેરબજારમાં તેજીનો માહોલ, નિફ્ટી 23,900ને પાર અને સેંસેક્સમાં 500 પોઇન્ટનો ઉછાળો
Share Market Today : શેરબજારમાં તેજીનો માહોલ, નિફ્ટી 23,900ને પાર અને સેંસેક્સમાં 500 પોઇન્ટનો ઉછાળો
Embed widget