શોધખોળ કરો

સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ

Surat Nasirnagar demolition controversy: નાસીરનગરમાં નોટિસ વગર બુલડોઝર ફર્યું, કોંગ્રેસનો બિલ્ડરને ફાયદો કરાવવાનો આરોપ, ધારાસભ્ય અને તંત્ર અજાણ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુરતના નાસીરનગરમાં અચાનક 200 મકાનો તોડી પડાયા.
  • ડિમોલિશનની જવાબદારી કોઈ સ્વીકારતું નથી, રહસ્ય ઘેરું.
  • નોટિસ વિના કાર્યવાહી; કોંગ્રેસે બિલ્ડરના ફાયદાનો આરોપ મૂક્યો.
  • મીડિયા અહેવાલ બાદ તંત્ર સફાળું, તપાસના આદેશ અપાયા.

Surat Nasirnagar demolition controversy: સુરતના નાસીરનગરમાં શનિવારે એક મોટો કાંડ થઈ ગયો છે. અહીં 100 થી 200 જેટલા મકાનો પર અચાનક બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું, પણ સૌથી મોટી નવાઈની વાત એ છે કે આ ડિમોલિશન કોણે કર્યું તે કોઈને ખબર જ નથી! પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો છતાં સુરત મહાનગરપાલિકા (SMC) અને સ્થાનિક ધારાસભ્ય હાથ ઊંચા કરી રહ્યા છે કે અમે આ મકાનો નથી તોડ્યા. કોંગ્રેસે બિલ્ડરને ફાયદો કરાવવા ગરીબોના મકાનો તોડ્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે, ત્યારે મીડિયાના અહેવાલ બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે અને આ 'ભૂતિયા ડિમોલિશન' મામલે તપાસના આદેશ આપી દીધા છે.

કોઈ નોટિસ વગર જ તોડી પડાયા મકાન

શનિવારે નાસીરનગર વિસ્તારમાં અચાનક જેસીબી અને બુલડોઝર આવ્યા અને 200 જેટલા ગરીબોના મકાનોને જમીનદોસ્ત કરી દીધા. આ જોઈને સૌ કોઈ ચોંકી ગયા કારણ કે કોઈને અગાઉથી ઘર ખાલી કરવાની નોટિસ પણ નહોતી અપાઈ. આ મામલે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ સીધો આરોપ લગાવ્યો છે કે, એક ખાનગી બિલ્ડરના પ્રોજેક્ટ માટે રસ્તો ખુલ્લો કરવા અને નડતરરૂપ ઝૂંપડા હટાવવા આ કાર્યવાહી રાતોરાત કરી દેવાઈ છે. જ્યારે તેઓ રજૂઆત કરવા સેન્ટ્રલ ઝોનની કચેરીએ ગયા, ત્યારે અધિકારીઓએ સ્પષ્ટ કહી દીધું કે આવું કોઈ ડિમોલિશન પાલિકાએ કર્યું જ નથી!

ધારાસભ્ય અને મનપાએ હાથ ઊંચા કર્યા

આખો મામલો ગરમાતા અને એબીપી અસ્મિતાના અહેવાલ બાદ સત્તાધીશો દોડતા થઈ ગયા હતા. કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાને જ્યારે આ સવાલ પૂછાયો તો તેમણે સ્પષ્ટ કહી દીધું કે, 'સેન્ટ્રલ ઝોન તરફથી કોઈ ડિમોલિશન નથી કરાયું, આ કોણ કરી ગયું તેની અમે તપાસ કરી રહ્યા છીએ.' જ્યારે પોલીસની હાજરી હતી તો ડિમોલિશન કોણે કર્યું તે એક મોટો સવાલ ઊભો થયો છે.

આ પણ વાંચોઃ Ahmedabad: આસારામ આશ્રમનું દબાણ તૂટશે! AMC એ ઇમ્પેક્ટ ફી અરજી ફગાવી, ડિમોલિશનની તૈયારી

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો બચાવ, આપ્યા તપાસના આદેશ

વિવાદ વધતા સુરત મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે તાત્કાલિક તપાસના આદેશ આપી દીધા છે. તેમણે ખુલાસો કરતા કહ્યું કે, 'અમારા અધિકારીઓ તો માત્ર લાઈન દોરી (ડીમાર્કેશન) નક્કી કરવા માટે જ ગયા હતા અને તેના માટે જ પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો. મનપાએ ડિમોલિશન કર્યું નથી. તો પછી આ ડિમોલિશન કેવી રીતે થયું તે મોટો તપાસનો વિષય છે. તપાસમાં જે પણ વિગતો સામે આવશે અને જે પણ કસૂરવાર હશે તેની સામે અમે કડક કાર્યવાહી કરીશું.' કતારગામ ઝોનની જગ્યામાં સેન્ટ્રલ ઝોનનું ડીમાર્કેશન કેવી રીતે થયું તેવા સવાલ પર તેમણે કહ્યું કે, ચાર રસ્તા પાસેની મિલકત કયા ઝોનમાં લાગે તે નક્કી કરવામાં થોડી ગૂંચવણ થતી હોય છે.

આ પણ વાંચોઃ બેટ દ્વારકામાં ચમત્કાર! ડિમોલિશનમાં મળ્યું ૧૨૫ વર્ષ જૂનું હનુમાન મંદિર

સ્થાનિકોમાં ભારે રોષ, પોલીસ ફરિયાદની તૈયારી

હાલ તો જેમના ઘર તૂટી ગયા છે તેવા અસરગ્રસ્ત પરિવારો રસ્તા પર આવી ગયા છે. કોંગ્રેસે માંગ કરી છે કે આ ઘરવિહોણા બનેલા લોકોને તાત્કાલિક આવાસ યોજના હેઠળ મકાન ફાળવવામાં આવે. આ સાથે જ, આખું ઘર બરબાદ થઈ ગયા બાદ સ્થાનિક લોકો આ 'રહસ્યમય' ડિમોલિશન પાછળ જવાબદાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ તૈયારી કરી રહ્યા છે.

Frequently Asked Questions

સુરતના નાસીરનગરમાં કઈ ઘટના બની હતી?

સુરતના નાસીરનગરમાં અચાનક 100 થી 200 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ ડિમોલિશન કોણે કર્યું તે અંગે રહસ્ય ઘેરાયેલું છે.

ડિમોલિશન પહેલા શું કોઈ નોટિસ આપવામાં આવી હતી?

ના, ડિમોલિશન પહેલા ઘર ખાલી કરવાની કોઈ નોટિસ આપવામાં આવી નહોતી. અચાનક જેસીબી અને બુલડોઝર આવીને મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.

આ ડિમોલિશન પાછળ કોનો હાથ હોવાના આરોપો લાગી રહ્યા છે?

કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, એક ખાનગી બિલ્ડરના પ્રોજેક્ટ માટે રસ્તો ખુલ્લો કરવા આ કાર્યવાહી રાતોરાત કરવામાં આવી છે. આ ડિમોલિશન ગરીબોના મકાનો હટાવવા કરાયું છે.

આ ઘટના અંગે સ્થાનિક તંત્રની શું પ્રતિક્રિયા છે?

સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક ધારાસભ્ય બંનેએ ડિમોલિશન કરવાની ના પાડી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આ 'ભૂતિયા ડિમોલિશન' મામલે તપાસના આદેશ આપ્યા છે.

અસરગ્રસ્ત પરિવારો માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે?

કોંગ્રેસે ઘરવિહોણા બનેલા લોકોને તાત્કાલિક આવાસ યોજના હેઠળ મકાન ફાળવવાની માંગ કરી છે. સ્થાનિક લોકો જવાબદાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Advertisement

વિડિઓઝ

Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Embed widget