સુરતમાં મહિલા પ્રોફેસર આપઘાત કેસમાં રાંદેર પોલીસે માસ્ટર માઇન્ડ જૂહી સલીમ શેખની ધરપકડ કરી હતી. રાંદેર પોલીસે આંધ્રપ્રદેશના વિજયવાડામાં ખાસ ઓપરેશન પાર પાડી જૂહી સલીમ શેખની ધરપકડ કરી હતી. જૂહી મુસ્લિમ બહુમતી વિસ્તારમાં રહેતી હતી. જૂહીને પકડવા માટે રાંદેરની પોલીસે બે મહિલા કોન્સ્ટેબલ સહિત છની ટીમ મોકલી હતી. બાદમાં રાંદેર પોલીસની ટીમે મુસ્લિમ જેવા કપડા પહેરી વેશપલટો કર્યો હતો અને મુસ્લિમ કપલ બની જૂહીની રેકી કરી હતી. છ જણાની ટીમ વિજયવાડામાં સાત દિવસ રોકાઇ હતી. જૂહીનું સરનામું શોધી સ્થાનિક પોલીસની મદદથી રેડ કરી તેને ઝડપી લીધી હતી.


સુરતમાં મહિલા પ્રોફેસરે કરેલી આત્મહત્યાના કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું હતું. પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે જૂહીના એકાઉન્ટમાં રોજના એક લાખ રૂપિયા જમા થતા હતા. તે પાકિસ્તાનમાં બેસેલા તેના આકાઓને રૂપિયા ટ્રાન્સફર કરતી હતી.પોલીસે મુખ્ય આરોપી જૂહી સલીમ શેખની ધરપકડ હતી. જૂહી તસવીરો મોર્ફ કરી મહિલા પ્રોફેસરને બ્લેકમેઈલ કરતી હતી. જેથી કંટાળીને પ્રોફેસરે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ તપાસમાં ઈ-મેઈલ આઈડી અને આઈપી એડ્રેસ પાકિસ્તાનના હોવાનો ઘટસ્ફોટ થયો હતો. મહિલા આરોપી જૂહી પાસે સાત બેંક એકાઉન્ટ છે. બ્લેકમેઈલ કરી રૂપિયા પડાવ્યા બાદ ક્રિપ્ટો કરન્સીની ખરીદી કરાતી હતી. અગાઉ સુરત પોલીસે બિહારથી 3 આરોપીને દબોચી લીધા હતા. જેના આધારે માસ્ટરમાઈન્ડ જૂહી શેખની ધરપકડ કરાઇ હતી.


Surat: હડકાયા કુતરાનો આતંક, સુરતમાં એક સાથે પાંચ લોકો પર કર્યો ઘાતક હુમલો, તમામ હૉસ્પીટલમાં


Surat: સુરત જિલ્લમાં ફરી એકવાર કુતરાનો આતંક સામે આવ્યો છે, સુરતના માંડવી નજીક આવેલા બોધાન ગામમાં કુતરાએ એક સાથે પાંચ લોકો પર ઘાતક હુમલો કરી દીધો છે. આવા હુમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે, હાલમાં આ તમામ ઘાયલોને સારવાર અર્થે હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. 


માહિતી પ્રમાણે, સુરતના માંડવીના બોધાન ગામે હડકાયા આતંક જોવા મળ્યો છે. હડકાયલા કુતરાએ એવો આતંક મચાવી દીધો કે તેને આખુ બોધાન ગામ બાનમાં લઇ લીધુ હતુ. હડકાયેલા કુતરાએ એક વૃદ્ધ સહિત 5 લોકો પર ઘાતક હુમલો કરી દીધો હતો, હુમલા બાદ આ તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, હાલમાં આ પાંચેયને બોધાન પી.એચ.સી.માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે, કુતરાના આતંકથી ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ બાદમાં હડકાયલા કુતરાને મોતને ઘાટ ઉતારી દીધુ હતુ.


Crime News: સુરતના અમરોલીમાં હેર ટ્રીટમેન્ટના નામે સગીરાની છેડતી, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી


સુરતના અમરોલીમાં સગીરાની છેડતી કરવાનો પ્રયાસ કરવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના અમરોલી છાપરાભાઠામાં શખ્સે હેર ટ્રીટમેન્ટના બહાને ઘરે આવી સગીરાની સાથે અડપલા કર્યા હતા. બાદમાં સગીરાને કોઇને વાત કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે પીડિતાના પરિવારે અમરોલી પોલીસમાં અરજી આપી હતી. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. અરજીના આધારે તપાસ કરી અમરોલી પોલીસે છેડતી અને પોક્સો એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો