Surat News: બ્રાન્ડેડ કંપનીના રેસ્ટોરન્ટમાં ભોજન આરોગતા પહેલા ચેતી જજો. બ્રાન્ડેડના નામે પુષ્કળ પૈસા વસૂલતા રેસ્ટરન્ટમાં સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય છે. કામરેજના એક પીઝા શોપમાં પીઝામાંથી વંદો નીકળ્યો હતો. જે બાદ ગ્રાહકે રેસ્ટરન્ટ કર્મચારીઓનો ઉધડો લીધો હતો કે, હલકી કક્ષા અને ગુણવત્તા ભરી વાનગીઓ પીરસવામાં આવે છે, સાફસફાઈનું ધ્યાન નથી રાખવામાં આવતું. હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે. થોડા દિવસો અગાઉ અમદાવાદની એક પીઝા શોપમાંથી પણ જીવાત નીકળી હતી.


પતિ-પત્ની આવ્યા હતા પીઝા ખાવા


કામરેજ ના લા પીનોઝ પીઝા માં ગ્રાહકને આપવામાં આવેલા પીઝા માંથી નીકળ્યો વંદો નીકળ્યો હતો. જે બાદ ગ્રાહકે સંચાલક સહિત સ્ટાફનો ઉધડો લીધો હતો.વીડિયો વાયરલ થયા બાદ સંચાલકોએ ઘટનાને ગંભીરતાથી લીધી હતી. ઓલપાડ તાલુકાના મોરથાણ ગામના કૌશિક દેસાઈ પોતાની પત્ની સાથે કામરેજ ખાતે હોસ્પિટલ ખાતે આવ્યા હતા. ભૂખ લાગતા નજીકમાં આવેલી લા પીનોઝ નામની પીઝા નામની રેસ્ટોરન્ટમાં ગયા હતા અને ત્યાં પીઝા ઓર્ડર કર્યો હતો. જોકે ગ્રાહકને આપવામાં આવેલા પીઝામાં મરેલો વંદો નીકળતા ગ્રાહકે પીઝા રેસ્ટોરન્ટના સંચાલક અને સ્ટાફને ફરિયાદ કરીને તમામ નો ઉધડો લીધો હતો. ઉપરાંત આખી ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.


કામરેજમાં અઢી વર્ષથી ચાલે છે લા પીનોઝ પીઝા


લા પીનોઝ પીઝા છેલ્લા અઢી વર્ષથી કામરેજ ખાતે પોતાની બ્રાન્ચ ચલાવે છે અને પ્રથમ વખત આવી ઘટના બની છે. ગ્રાહકની ફરિયાદ બાદ તરત જ બ્રાન્ચના સંચાલકો દ્વારા આખી રેસ્ટોરાંમાં સાફ સફાઈ અને ચેકીંગ હાથ ધર્યું હતું અને ઘટના ને અત્યંત ગંભીરતાથી લીધી હતી. જોકે સાફસફાઈ અને ચેકિંગ દરમિયાન રેસ્ટોરાંમાંથી કોઈ પણ જાતના કીટકો મળી આવ્યા નહતા.  રેસ્ટરન્ટ મેનેજરનું માનીએ તો દર 15 દિવસે રેસ્ટોરન્ટમાં પેસ્ટ કન્ટ્રોલ કરવામાં આવે છે અને બહારથી જે શાકભાજી લાવવામાં આવે છે તે પણ ચેકીંગ કર્યા ઉપયોગમાં લેવામાં આવે છે. જોકે જે વંદો પીઝામાંથી નીકળ્યો એ કદાચ બહારથી ઉડીને આવ્યો હોય તેવું બની શકે છે. સીસીટીવી ચેક કર્યા બાદ જ હકીકત માલુમ થશે



આ પણ વાંચોઃ


Navratri 2023: નવરાત્રિમાં આ વખતે 9 શુભ યોગ, ખરીદી અને રોકાણ માટે અનેક શુભ મુહૂર્ત