સુમુલ ડેરી સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને પ્રતિ કિલો ફેટ 120 રૂપિયાનું બોનસ ચૂકવશે.
Surat: પશુપાલકો માટે ખુશીના સમાચાર, સુમુલ ડેરી પ્રતિ કિલોફેટે ચૂકવશે 120 રૂપિયાનું બૉનસ
Surat: સુરત અને તાપીના પશુપાલકો માટે ખુશીના સમાચાર મળી રહ્યાં છે. સુમુલ ડેરી પશુપાલકોને પ્રતિ કિલોફેટે 120 રૂપિયાનું બૉનસ ચૂકવશે

- સુમુલ ડેરી પશુપાલકોને પ્રતિ કિલોફેટે ૧૨૦ રૂપિયા બોનસ ચૂકવશે.
- સુરત, તાપીના ૨.૫ લાખ પશુપાલકોને કુલ ૧૦૨૦ રૂપિયા મળશે.
- આ જાહેરાતથી લાખો પશુપાલકોને આર્થિક લાભ થશે.
Surat: દક્ષિણ ગુજરાતમાં પશુપાલકો માટે એક મહત્વના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. સુમુલ ડેરી આ વખતે પશુપાલકોને તગડુ બૉનસ ચૂકવશે. માહિતી પ્રમાણે, સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને સુમુલ ડેરી દ્વારા પ્રતિ કિલો ફેટે 120 રૂપિયાનું બૉનસ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. આનો લાભ લાખો પશુપાલકોને મળશે. આ પગલું પશુપાલકોના આર્થિક સશક્તિકરણ માટે ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.
સુરત અને તાપીના પશુપાલકો માટે ખુશીના સમાચાર મળી રહ્યાં છે. સુમુલ ડેરી પશુપાલકોને પ્રતિ કિલોફેટે 120 રૂપિયાનું બૉનસ ચૂકવશે. પશુપાલકોને કૂલ મળી પ્રતિ કિલો ફેટે 1020 રૂપિયા ચૂકવાશે, જેનાથી સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને મોટી રાહત મળશે. સુમુલ ડેરી સાથે સંકળાયેલા પશુપાલકોને આનાથી આર્થિક રીતે મોટો ફાયદો થશે. સુમુલ ડેરી દ્વારા ગત નાણાકીય વર્ષ દરમિયાન પશુપાલકોને સરેરાશ પ્રતિ કિલોફેટ 870 રૂપિયાનો ભાવ ચૂકવવામાં આવ્યો હતો. ત્યારબાદ બીસીયુ ફેટફેર અંદાજિત રૂપિયા 30 કિલોફેટ દીઠ 30 રૂપિયા ભાવફેર આપવામાં આવ્યો હતો. કિલોફેટ દૂધ 120 રૂપિયા મળી કુલ પ્રતિ કિલોફેટ 1020 જેટલી રકમ પશુપાલકોને મળશે. જે રાજયમાં સૌથી વધુ હોવાનો દાવો સુમુલ ડેરી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. દૂધના વ્યવસાયમાં રોકાયેલા લાખો પરિવારો માટે આ જાહેરાત આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. સહકારી ક્ષેત્રમાં સુમુલ ડેરીએ લીધેલું આ પગલું અન્ય ડેરીઓ માટે પણ એક નવો માપદંડ સ્થાપિત કરી રહ્યું છે.
Gujarat: ગુજરાત વિધાનસભાનું વિશેષ સત્ર, નારી શક્તિ વંદન અધિનિયમને લઇ લાવી શકાય છે પ્રસ્તાવ
Frequently Asked Questions
સુમુલ ડેરી પશુપાલકોને કેટલું બોનસ ચૂકવશે?
આ બોનસનો લાભ કેટલા પશુપાલકોને મળશે?
આ બોનસનો લાભ સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને મળશે.
ગત નાણાકીય વર્ષ દરમિયાન પશુપાલકોને સરેરાશ કેટલો ભાવ મળ્યો હતો?
ગત નાણાકીય વર્ષ દરમિયાન પશુપાલકોને સરેરાશ પ્રતિ કિલો ફેટ 870 રૂપિયાનો ભાવ ચૂકવવામાં આવ્યો હતો.
કુલ મળીને પશુપાલકોને પ્રતિ કિલો ફેટ કેટલી રકમ મળશે?
કુલ મળીને પશુપાલકોને પ્રતિ કિલો ફેટ 1020 રૂપિયા જેટલી રકમ મળશે.






















