Latest Surat News: ડાયમંડ નગરી સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા કુબેરનગર વિભાગ-2માં બી-20 નંબરના મકાનમાં નાની બાળકીએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. જેને લઈ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ઘટના સ્થળે પહોંચીને દરવાજાને તોડીને બાળકીને મુક્ત કરી હતી.


સુરતના ડીંડોલી જિજ્ઞાનગરમાં રથયાત્રાની આગલી રાત્રે ગુમ થયેલા છ વર્ષના બાળકનું સગા પિતાએ જ અપહરણ કરાવ્યું હોવાનો ખુલાસો થયો હતો.આર્થિક સંકડામણમાં ફસાયેલા યુવાનને પિતા સાથે રહેવા જવું હતું પણ ઘર નજીક માતાપિતા રહેતા હોય બિમાર પત્ની તૈયાર નહીં થતા યુવાને પુત્રના અપહરણની યોજના બનાવી સગી બહેન અને તેના મિત્ર સાથે બાળકને બુલઢાણા મોકલી આપ્યું હતું.બહેનનો મિત્ર બાળક સાથે મળસ્કે ટ્રેનમાં સુરત પરત ફરતો હતો ત્યારે પોલીસે ચાલુ ટ્રેનમાંથી ઝડપી બાળકને મુક્ત કરાવ્યો હતો.


ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશ બળવાણીના ખેતીયાના ધાવડી ગામના વતની અને હાલ સુરતમાં નવાગામ ડીંડોલી ગોવર્ધનનગર પ્લોટ નં.24 માં ભાડેથી રહેતા 32 વર્ષીય તારાચંદ ઉત્તમભાઈ પાટીલે ગત રવિવારે સવારે ડીંડોલી પોલીસ મથકમાં તેમનો છ વર્ષનો પુત્ર વિજય શનિવારે રાત્રે 9.30 વાગ્યે તેના જિજ્ઞાનગર સ્થિત સાસરા પાસેથી રમતા રમતા ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે તપાસ કરતા વિજયની કોઈ ભાળ મળી નહોતી અને સીસીટીવી ફુટેજમાં તે એક રીક્ષામાં જતો નજરે ચઢતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.તારાચંદ પાટીલે પોલીસને સીસીટીવી ફુટેજમાં એક બાળક બતાવતા તપાસમાં જોડાયેલી ક્રાઈમ બ્રાન્ચે તે અંગે તપાસ કરી તો તે અન્ય બાળક હતું અને તે ગુમ થયા બાદ મળ્યું હોય ક્રાઈમ બ્રાન્ચને તારાચંદ ઉપર જ શંકા ગઈ હતી.


આથી ક્રાઈમ બ્રાન્ચે તારાચંદની જ ઉલટતપાસ કરતા તે ભાંગી પડયો હતો અને તેણે જાતે જ બાળકના અપહરણની યોજના બનાવી તેને સુરતના ડીંડોલી મહાદેવનગર વિભાગ 1 માં પતિથી અલગ રહેતી 24 વર્ષીય બહેન જ્યોતિ રવિન્દ્ર ઠાકરે અને સુરતમાં પાંડેસરા પોલીસ કોલોની પાસે એપેક્ષા નગરમાં રહેતા મૂળ જલગાંવના તેના રીક્ષા ચાલક મિત્ર કરણ મનોહર વાકોડે સાથે મહારાષ્ટ મોકલી આપ્યો હોવાની કબૂલાત કરી હતી.ક્રાઈમ બ્રાન્ચ અને ડીંડોલી પોલીસે તારાચંદ અને તેની બહેનની અટકાયત કરી તેમની પુછપરછના આધારે વિજયને લઈ ભુસાવળથી સુરત આવી રહેલા કરણને નંદુરબાર સ્ટેશન પાસે ચાલુ ટ્રેનમાં ઝડપી પાડી બાળકને મુક્ત કરાવી ડીંડોલી પોલીસને સોંપ્યું હતું.


આ પણ વાંચોઃ


હીરા ઉદ્યોગ પર ઘેરાયા મંદીના વાદળ, આ જાણીતા શહેરમાં ઉનાળુ વેકેશન બાદ નથી ખુલ્યા 70 ટકા કારખાના