શોધખોળ કરો

Surat News: સુરતના ડેપ્યૂટી મેયર સુધાકર ચૌધરીના બે પુત્રોની દાદાગીરી, ડિંડોલીમાં બંને પુત્રોએ દબાણ કર્યું હોવાનો આરોપ

Surat News: સુરતમાં નવનિયુક્ત ડે.મેયર સુધાકર ચૌધરી વિવાદમાં આવ્યા છે. સુરતના ડેપ્યૂટી મેયર સુધાકર ચૌધરીના બે પુત્રો પર રોડ પર દબાણ કરવાનો આરોપ લાગ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુરતમાં ડે.મેયરના પુત્રો પર ગૌચર જમીન દબાણનો આરોપ.
  • સરપંચ દબાણ હટાવવા જતાં, પુત્રોએ દાદાગીરી કરી વિવાદ.
  • આ ઘટનાનો વીડિયો વાયરલ થયો, પોલીસ દખલગીરીથી શાંતિ.
  • ડે.મેયરે આરોપો નકાર્યા, ભાડે લીધેલી જમીનનો ઉલ્લેખ કર્યો.

Surat News: સુરતમાં નવનિયુક્ત ડે.મેયર સુધાકર ચૌધરી વિવાદમાં આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, સુરતના ડેપ્યૂટી મેયર સુધાકર ચૌધરીના બે પુત્રો પર રોડ પર દબાણ કરવાનો આરોપ લાગ્યો છે. અતુલ અને રાહુલ સુધાકર ચૌધરી પર ડીંડોલી-સણીયા રોડ પર દબાણ કર્યું હોવાનો આરોપ લાગ્યો છે.  સણીયાના ગ્રામજનોએ સરપંચ જસપાલ સોલંકીને આ મામલે ફરિયાદ કરી હતી. બુલડોઝર લઈ દબાણ દૂર કરવા જતા સરપંચ જસપાલ સોલંકી સાથે ડે.મેયરના પુત્રોએ દાદાગીરી કર્યાનો આરોપ લાગ્યો છે.  સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 
મધુવન ફાર્મ પાસે ગૌચરની જમીન પર દબાણ કરવાનો તેમના પર આરોપ લાગ્યો છે. ડે.મેયરના પુત્રોએ દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ કર્યો હતો. 

સરપંચ જસપાલ સોલંકી બુલડોઝર લઇ દબાણ દૂર કરવા જતા તેમની સાથે ડેપ્યુટી મેયરના પુત્રોએ દાદાગીરી કરી હતી. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનાની જાણ થતા ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. જમીનના માલિકી હક્ક અને દસ્તાવેજોને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે. 

સરપંચ જસપાલ સોલંકીએ આરોપ લગાવ્યો હતો કે ગામની મંજૂરી વગર દબાણ કર્યું છે. રાહુલ ચૌધરી અને અતુલ ચૌધરીએ દાદાગીરી કરી હતી. દબાણ દૂર કરવા 20 દિવસથી રજૂઆત કરતા હતા. ગામના લોકોએ કહ્યું કે ગૌચરની જમીન પર ડે.મેયરના પુત્રોએ દબાણ કર્યું છે. પાઈપો નાખી માટી પુરાણ કર્યું હતું.             

આ પણ વાંચોઃ Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'

ડે.મેયરે તમામ આરોપોને ફગાવ્યા

બીજી તરફ ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ તમામ આરોપોને ફગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે મારા પુત્રએ ખેડૂત પાસેથી જમીન ભાડે રાખી છે. કોઈ ગૌચરની જમીન પર દબાણ કર્યું નથી. દબાણ હટાવવામાં અમે પણ સહમત છીએ. પાંચ વર્ષ માટે પાર્ટી પ્લોટ માટે જગ્યા ભાડે લીધી છે. ગૌચરની જગ્યા પર દબાણ નથી કર્યું. અમે પાર્ટી પ્લોટ ભાડે લીધો ત્યારે રસ્તો હતો.                                                       

Frequently Asked Questions

સુરતના ડેપ્યુટી મેયરના પુત્રો પર શાનો આરોપ લાગ્યો છે?

તેમના પર ડીંડોલી-સણીયા રોડ પર અને મધુવન ફાર્મ પાસે ગૌચરની જમીન પર દબાણ કરવાનો આરોપ લાગ્યો છે. સરપંચ સાથે દાદાગીરી કર્યાનો પણ આરોપ છે.

સરપંચ જસપાલ સોલંકીએ શું કાર્યવાહી કરી?

સણીયાના ગ્રામજનોની ફરિયાદ બાદ, સરપંચ જસપાલ સોલંકી બુલડોઝર લઈ દબાણ દૂર કરવા ગયા હતા. ડે.મેયરના પુત્રોએ તેમની સાથે દાદાગીરી કરી હતી.

ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ આરોપો અંગે શું કહ્યું?

તેમણે તમામ આરોપોને નકાર્યા છે. તેમણે કહ્યું કે પુત્રોએ ખેડૂત પાસેથી જમીન ભાડે લીધી છે અને કોઈ ગૌચરની જમીન પર દબાણ કર્યું નથી.

આ ઘટના બાદ કયા પક્ષો વચ્ચે વાતાવરણ તંગ બન્યું હતું?

સરપંચ જસપાલ સોલંકી અને ડેપ્યુટી મેયરના પુત્રો અતુલ અને રાહુલ ચૌધરી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ તંગ બન્યું હતું. પોલીસે દરમિયાનગીરી કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સુરત સોપારીકાંડ: 'હું મ્યુનિસિપલ કમિશનરના આદેશથી જ ગયો હતો', સુજલ પ્રજાપતિએ કોર્ટમાં રજૂ કરી વૉટ્સએપ ચેટ્સ
સુરત સોપારીકાંડ: 'હું મ્યુનિસિપલ કમિશનરના આદેશથી જ ગયો હતો', સુજલ પ્રજાપતિએ કોર્ટમાં રજૂ કરી વૉટ્સએપ ચેટ્સ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
પ્રજા પૂરમાં, નેતા પાર્ટીમાં: સુરત મનપાના પાપે જનતા રામ ભરોસે, ભાજપના MLAએ ઉઠાવ્યા સવાલ 
પ્રજા પૂરમાં, નેતા પાર્ટીમાં: સુરત મનપાના પાપે જનતા રામ ભરોસે, ભાજપના MLAએ ઉઠાવ્યા સવાલ 
Advertisement

વિડિઓઝ

Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
Post Office: રોકાણ કરતા પહેલા જાણી લો, પોસ્ટ FD અને RD માં કઈ સ્કીમ વધુ ફાયદાકારક?
Post Office: રોકાણ કરતા પહેલા જાણી લો, પોસ્ટ FD અને RD માં કઈ સ્કીમ વધુ ફાયદાકારક?
Embed widget