સુરત: સુરતમાં ઉમરા પોલીસને મોટી સફળતા મળી છે. આંતર રાજ્યમાં ચીટિંગ કરતી ઈરાની ગેંગ ઝડપાઇ છે. ઉમરા પોલીસે ત્રણ ઈસમોની ધરપકડ કરી છે. બેંકમાં લગાવવામાં આવેલા સીસીટીવીના આધારે આરોપીઓ ઝડપાયા છે. ઈરાની ગેંગ દ્વારા બેંકને ટાર્ગેટ કરવામાં આવતી હતી. ગેંગના માણસો બેંકમાં પહેલાથી વોચ રાખતા હતા. એકલ દોકલ વ્યક્તિને કોઈને કોઈ વાતમાં ભોળવી ચીટિંગ કરતા હતા. લોકોને મદદ કરવાના બહાને રૂપિયા સેરવી લેતા હતા. ત્રણેય ઈસમોને ઝડપી પાડી તેમની પાસેથી 1 લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે.
ઈરાની ગેંગના ત્રણ આરોપીઓની ઉમરા પોલીસે ધરપકડ કરી
આંતર-રાજ્ય ઈરાની ગેંગના ત્રણ આરોપીઓની ઉમરા પોલીસે ધરપકડ કરી શહેર સહિત રાજ્યના અન્ય પોલીસ મથકોમાં નોંધાયેલા કુલ પાંચ ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા છે. આરોપીઓ પાસેથી પોલીસે રોકડ રૂપિયા, મોબાઈલ સહિત 1.46 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે તપાસમાં હાલ જ થોડા દિવસ અગાઉ અઠવાગેટ ખાતેની બેંકમાં રૂપિયા ઉપાડવા આવેલા ખેડૂતને નોટોના બંડલમાં કેટલીક નોટો ફાટેલી છે તેમ કહી મદદ કરવાના બહાને નજર ચૂકવી 500ના દરની 31 જેટલી નોટો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જેમાં એક પિતા-પુત્રનો પણ સમાવેશ થાય છે.
મદદના બહાને નજર ચૂકવી ચોરી કરી હતી
સુરત ACP ના જણાવ્યા અનુસાર, થોડા દિવસો પહેલા સુરતના ઉમરા વિસ્તારમાં રહેતા ખેડૂત ચુનીલાલ ભગવાનભાઈ રાઠોડ અઠવાગેટ ખાતેની બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં રૂપિયા ઉપાડવા ગયા હતા. બેકમાં આવેલા કેશ કાઉન્ટર પરથી તેઓએ 1.50 લાખ રૂપિયા જેટલી રકમ વિડ્રોલ કરી હતી. જે દરમ્યાન અહીં અજાણ્યો શખ્સ આવી ચઢ્યો હતો. જે શખ્સે ખેડૂતને જણાવ્યું હતું કે, તમારા નોટોના બંડલમાં કેટલીક નોટો ફાટેલી દેખાય છે. તેમ કહી મદદ કરવાના બહાને ખેડૂતને વાતોમાં ભોળવી 31 જેટલી 500 ના દરની નોટો નજર ચૂકવી ચોરી કરી લીધી હતી.
ઉમરા પોલીસને માહિતી મળી હતી કે, આ ઘટનાને અંજામ આપનારા અન્ય કોઈ નહીં પરંતુ આંતરરાજ્ય ઈરાની ગેંગના જ સભ્યો છે. જે ગેંગના ત્રણેય માણસો ઉમરાગામમાં હાલ ફરી રહ્યા છે. જે માહિતીના આધારે ઉમરા પોલીસે વોચ ગોઠવી ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા હતા.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial