સુરતઃ ચેક પોસ્ટ પર પકડાયેલા દારૂને બારોબાર વેચી મારવાના કેસમાં સારોલીના પોલીસ હેડ કોન્સ્ટેબલ અનિલ મોરીની ધરપકડ કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, ક્રાઇમ બ્રાન્ચે હેડ કોન્સ્ટેબલ અનિલ મોરીની પકડાયેલા વિદેશી દારૂને વેચી મારવાના કેસમાં ધરપકડ કરી હતી. અનિલ મોરીએ ચેકપોસ્ટ પર ફરજ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બાદમાં દારૂના જથ્થાને બારોબાર અન્ય કોઇને વેચી માર્યો હતો.


અનિલ મોરીએ ઇંડાની લારી ચલાવતા વ્યક્તિને દારૂનો જથ્થો વેચી માર્યો હોવાની શંકાને પગલે તપાસ કરાઇ હતી. સરથાણા પોલીસે સીમાડા ગામમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો .પોલીસે ઈંડા નોનવેજની લારી ચલાવતા પ્રવીણ રતિલાલ પટેલની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછ સારોલીના કોન્સ્ટેબલ અનિલ મોરીનું નામ સામે આવ્યું હતું. પોલીસ કોન્સ્ટેબલ અનિલ મોરીએ ચેકપોસ્ટ પરથી ઝડપી પાડેલો દારૂનો જથ્થો કેસ કરવાના બદલે બારોબાર સગેવગે કરી દીધો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ મામલો ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવતા તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે હેડ કોન્સ્ટેબલ અનિલ મોરીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.


વાસ્તવમાં  નિયોલ ચેક પોસ્ટ પર ફરજ બજાવતા સરોલી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અનિલ મોરીએ દારૂ પકડી કેસ કરવાને બદલે  દારૂ પોતાના માણસને વેચી માર્યો હતો. સરથાણા પોલીસે તેના માણસને ત્યાં દરોડા પાડી 60 હજારનો દારૂ ઝડપી લેતા સમગ્ર મામલે ખુલાસો થયો હતો. આ દારૂનો જથ્થો સીમાડા ખાતે પોતાના માણસ પ્રવીણને આપ્યો હતો. આ તરફ સરથાણા પોલીસને બાતમી મળતા પ્રવીણને ત્યાં દરોડા પાડ્યા હતા. પોલીસે તે દારૂ ક્યાંથી લાવ્યો તે અંગે પૂછતાં તેણે બધી કબૂલાત કરી હતી. જેથી હેડ કોન્સ્ટેબલ અનિલ મોરીનો ભાંડો ફૂટ્યો હતો.


Surat: રશિયાની સુરતી ઉદ્યોગકારોને ઓફર, ટ્રેડ મીટમાં કહ્યું- અમારી સાથે હીરાની ખાણોમાં કરો ભાગીદારી ને......


Surat: સુરતના ઉદ્યોગકારોને મોટી ઓફર મળી છે, સુરતમાં યોજાયેલી બિઝનેસ મીટિંગમાં રશિયાના ડેલિગેશને ગુજરાત તથા સુરતના ઉદ્યોગકારોને હીરાની ખાણોમાં ભાગીદાર થવા માટે ઓફર કરી છે.  


સુરતમાં રશિયન ફેડરેશન-GJEPCના સભ્યોની ટ્રેડ મીટ યોજાઇ હતી, જેમાં રશિયનોએ સુરતના ઉદ્યોગકારોને હીરાની ખાણોમાં ભાગીદાર થવા માટે ઓફર કરી હતી. આ મીટિંગમાં બન્ને પક્ષો વચ્ચે વેપાર સંબંધો મજબૂત બનાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો. રશિયન ફેડરેશનના પ્રતિનિધિમંડળ અને જીજેઈપીસીના સભ્યોની ટ્રેડ મીટમાં બિઝનેસને લગતી બીજી કેટલીય વાતો ચર્ચાઇ હતી. 


કિમ બોરીસોવની આગેવાની હેઠળ રશિયન ફેડરેશન- સખા રિપબ્લિક સરકારના 7 મંત્રીઓનું પ્રતિનિધિમંડળ સુરતની મુલાકાતે આવ્યું હતું. રશિયન ફેડરેશન-GJEPC સભ્યોની ટ્રેડ મીટ દરમિયાન રશિયાના ડેલિગેશને સુરતના ઉદ્યોગકારોને હીરાના ખાણમાં ભાગીદાર થવા માટે ઓફર કરી હતી