સુરતઃ જિલ્લાના માંગરોળમાં સાથે નોકરી કરતાં યુવકે છોકરીને ફેક્ટરીના પહેલા માળે બોલાવી પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સંબંધને કારણે છોકરી ગર્ભવતી થઈ ગઈ હતી. છોકરીને હોસ્પિટલે લઈ જતાં યુવકના ભાઈએ ઉંમર ખોટી બતાવીને ગર્ભપાત કરાવી નાંખ્યો હતો. હવે છોકરીએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે. 


આ અંગેની વિગતો એવી છે કે, માંગરોળમાં બે વર્ષ પહેલા યુવતી સગીર હતી અને પરિવારને આર્થિક મદદ કરવા માટે કંપનીમાં કામ કરતી હતી. જ્યાં તેની સાથે કામ કરતાં મહેશ પટેલ સાથે તેને પ્રેમ સંબંધ બંધાયા હતા. દરમિયાન એક દિવસ મહેશે સગીરાને ફેક્ટીરના પહેલા માળે બોલાવી હતી અને કામ પરથી કઢાવી નાંખીશ દેવી ધમકી આપી તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પછી તો મહેશ ઇચ્છા થાય ત્યારે તેને ધમકી આપીને પરાણે સંબંધ બાંધતો હતો. બીજી તરફ છોકરીને નોકરીની જરૂર હોવાથી તેણે પરિવારને વાત કરી નહોતી. 


દરમિયાન છોકરી બીમાર પડતાં કામ આવી નહોતી. જેની જાણ મહેશને થતાં તેણે પોતાના ભાઈને છોકરીના ઘરે મોકલ્યો હતો. જ્યાં તેના ભાઈને ખબર પડી કે છોકરીને હોસ્પિટલ લઈ જઈ રહ્યા છે. આથી તેમની સાથે ગયો હતો. અહીં ડોક્ટરે તેને ગર્ભવતી હોવાનું જણાવતા ઉંમર ખોટી બતાવી ગર્ભપાત કરાવી નાંખ્યો હતો. બીજી તરફ પતિાએ ઘરે આવીને પૂછપરછ કરતાં તેણે મહેશનું નામ જણાવ્યું હતું અને પોતાની સાથે થયેલા દુષ્કર્મ અંગે પણ વાત કરી હતી. આ પછી પરિવારને હિંમત મળતાં યુવતીએ કોસંબા પોલીસ સ્ટેશનમાં મહેશ પટેલ અને તેના ભાઈ મુકેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને ભાઈએ વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 


Surendranagar : ચક્કર આવતાં માતા બાળક સાથે નર્મદા કેનાલમાં પડી ગઈ ને પછી....


સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલ ગોઝારી કેનાલ બની છે. કેનાલમાં ડુબી જવાથી બે દિવસમાં બેનાં મોત થયા છે. રવિવારે કેનાલમાં કુદી એક યુવાને આત્મહત્યા કરી હતી અને મોડી સાજે એક મહિલાને પણ બાળકી સાથે કેનાલમાં પડવાનો બનાવ બન્યો હતો.


સુરેન્દ્રનગર દૂધરેજ કેનાલમાં ડુબી ગયેલી દોઢ વર્ષની બાળકી લાશને ફાયરબ્રીગેડના જવાનોએ બહાર કાઢી છે. રવિવારે સાંજના સમયે બાળકી તેની માતા સાથે જઇ રહી હતી તે સમયે માતાને ચક્કર આવતા બાળકી અને માતા બંન્ને કેનાલમાં પડી ગયા હતાં. સ્થાનિક યુવાનોએ માતાને બચાવી લીધી પરંતુ બાળકીનો પત્તો ન લાગતા આજે વહેલી સવારથી ફાયરની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી. પોલીસે બાળકીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. 


આ અંગેની વિગતો એવી છે કે, સપના નામની દોઢ વર્ષીય બાળકીનું કેનાલમાં પડી જતાં મોત નીપજ્યું છે. જ્યારે માતા વસંતબેનને બચાવી લેવામાં આવ્યા હતા. તેઓ શહેરના 80 ફૂટ રોડ પર રહેતા હોવાનું જાણવા મળ્યું છે.