શોધખોળ કરો

ગુંડાની શાન ઠેકાણે આવી! ચિરાગ ગોટીના રિકન્સ્ટ્રક્શનમાં ઉમટ્યો જનઆક્રોશ, પોલીસે માંડ જીવ બચાવ્યો

સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનું પોલીસ રિકન્સ્ટ્રક્શન દરમિયાન લોકોએ સરઘસ કાઢ્યું. ડ્રગ્સ પ્લાન્ટ કરવાના કેસમાં પકડાયેલા ગુંડા પર રોષે ભરાયેલા લોકોએ ટપલી દાવ કર્યો અને શર્ટ ફાડી નાખ્યો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જતા લોકોનો રોષ ફાટી નીકળ્યો.
  • પોતાના ભાગીદારને ફસાવવા ડ્રગ્સ પ્લાન્ટ કરવાનું ષડયંત્ર રચ્યું.
  • નેપાળ ભાગી ગયા બાદ સુરત કોર્ટમાં આત્મસમર્પણ કર્યું.
  • સ્થાનિકોએ 'તાલિબાની' ત્રાસમાંથી મુક્તિ મળતા ન્યાયની આશા.

Chirag Goti Surat: સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં સોમવાર, 16 ફેબ્રુઆરી 2026 ના રોજ ત્યારે હિંસક દ્રશ્યો સર્જાયા જ્યારે સુરત એસઓજી (SOG) પોલીસ કુખ્યાત ગુનેગાર ચિરાગ ગોટીને રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે લઈ ગઈ હતી. ભાગીદારની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરવાના ગંભીર ષડયંત્ર અને નિર્દોષોને 'તાલિબાની' સજા આપી ત્રાસ ગુજારનાર ચિરાગ ગોટી સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. રિકન્સ્ટ્રક્શન પ્રક્રિયા દરમિયાન હજારો સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા હતા અને પોલીસ સુરક્ષા વચ્ચે જ ચિરાગ ગોટી પર હુમલો કરી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. પોલીસે ભારે જહેમત બાદ ભીડના ચુંગાલમાંથી માથાભારે શખ્સને બચાવી સુરક્ષિત સ્થળે ખસેડ્યો હતો.

ડ્રગ્સ પ્લાન્ટ કરવાનું ઘૃણાસ્પદ ષડયંત્ર અને નેપાળ સુધીની ફરાર

આ ઘટનાની તપાસમાં ચોંકાવનારો ભાંડો ફૂટ્યો છે. આશરે 10 મહિના પહેલા સિંગણપોર પોલીસે ઓઈલના વેપારી અલ્પેશ મિયાણીને 7.87 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે પકડ્યો હતો. જોકે, ઊંડી તપાસમાં બહાર આવ્યું કે ચિરાગ ગોટીએ પોતાના ભાગીદાર અલ્પેશ સાથેની અંગત અદાવતમાં તેને ફસાવવા માટે જ તેની કારમાં ડ્રગ્સ મૂક્યું હતું અને પોતે જ બાતમીદાર બની પોલીસને જાણ કરી હતી. ગુનો નોંધાતા જ શાતિર ચિરાગ પોલીસને થાપ આપી નેપાળ ભાગી ગયો હતો અને ત્યાં અલગ અલગ હોટલોમાં રોકાઈને ધરપકડ ટાળતો રહ્યો હતો. અંતે દબાણ વધતા તેણે સુરત કોર્ટમાં સરન્ડર કર્યું હતું.

લોકોમાં ફાંસીની માંગ અને પોલીસ ચોપડે 6 થી વધુ ગુના

ચિરાગ ગોટીની ધરપકડથી આખા વિસ્તારમાં ન્યાયની આશા જાગી છે. રિકન્સ્ટ્રક્શન વખતે લોકોના હાથમાં બેનરો અને પોસ્ટરો હતા જેમાં ચિરાગને ફાંસીની સજા આપવાની માંગણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે ગુનેગારોનો ખોફ હોય છે, પરંતુ અહીં લોકોએ નિર્ભય બનીને તેની ધરપકડ પર ખુશી વ્યક્ત કરી હતી. પોલીસ રેકોર્ડ મુજબ, ચિરાગ ગોટી સામે અત્યાર સુધીમાં ખંડણી, ધમકી અને મારામારી સહિતના 6 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

તાલિબાની ત્રાસથી મુક્તિ મળતા સ્થાનિકોમાં ન્યાયનો વિશ્વાસ

ભોગ બનનાર પરિવારો અને સ્થાનિક રહીશોએ પોલીસને જણાવ્યું કે ચિરાગ ગોટી નિર્દોષ લોકોને ડરાવી ધમકાવીને વસૂલાત કરતો હતો. તેની 'તાલિબાની' પદ્ધતિથી આખો વિસ્તાર ભયના ઓથાર હેઠળ હતો. રિકન્સ્ટ્રક્શન વખતે થયેલી ધક્કા મુક્કી અને લોકોના રોષને જોતા સુરત પોલીસે આગામી સમયમાં વધુ કડક કાયદાકીય કાર્યવાહી અને પાસા (PASA) હેઠળની દરખાસ્તની દિશામાં પણ તપાસ તેજ કરી છે.

Frequently Asked Questions

ચિરાગ ગોટીને રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે શા માટે લઈ જવામાં આવ્યો હતો?

ચિરાગ ગોટીને ભાગીદારની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરવાના ષડયંત્રની તપાસના ભાગરૂપે રિકન્સ્ટ્રક્શન માટે સિંગણપોર વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો.

ચિરાગ ગોટી પર શા માટે લોકોનો આક્રોશ હતો?

ચિરાગ ગોટી પર નિર્દોષોને 'તાલિબાની' સજા આપી ત્રાસ ગુજારવા અને ભાગીદારને ફસાવવા ડ્રગ્સ પ્લાન્ટ કરવાના ષડયંત્રનો આરોપ હતો, જેના કારણે લોકોમાં ભારે રોષ હતો.

ચિરાગ ગોટીએ તેના ભાગીદારને કેવી રીતે ફસાવ્યો હતો?

ચિરાગ ગોટીએ પોતાના ભાગીદારની કારમાં ડ્રગ્સ મૂકીને પોતે જ બાતમીદાર બની પોલીસને જાણ કરી હતી, જેથી ભાગીદારને ડ્રગ્સ સાથે પકડી શકાય.

રિકન્સ્ટ્રક્શન દરમિયાન લોકોએ શું માંગણી કરી હતી?

રિકન્સ્ટ્રક્શન દરમિયાન લોકોના હાથમાં બેનરો અને પોસ્ટરો હતા જેમાં ચિરાગ ગોટીને ફાંસીની સજા આપવાની માંગણી કરવામાં આવી હતી.

ચિરાગ ગોટી સામે પોલીસ ચોપડે કેટલા ગુના નોંધાયેલા છે?

પોલીસ રેકોર્ડ મુજબ, ચિરાગ ગોટી સામે અત્યાર સુધીમાં ખંડણી, ધમકી અને મારામારી સહિતના 6 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

ટોપ સ્ટોરી

સુરતમાં ગણેશ દર્શને જતા યુવકોને ડમ્પરે કચડ્યા: એકનું મોત, ચાલક નશામાં હોવાનો ઘટસ્ફોટ
સુરતમાં ગણેશ દર્શને જતા યુવકોને ડમ્પરે કચડ્યા: એકનું મોત, ચાલક નશામાં હોવાનો ઘટસ્ફોટ
Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ
Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ
સુરત રેલવે સ્ટેશન કેન્ટીનમાં મશીન અંદર ઉંદર પફ ખાતો કેમેરામાં કેદ, વાયરલ VIDEO 
સુરત રેલવે સ્ટેશન કેન્ટીનમાં મશીન અંદર ઉંદર પફ ખાતો કેમેરામાં કેદ, વાયરલ VIDEO 
સુરતમાં ખાંડ અને ડુંગળી બાદ કોલસાના ભાવમાં ભડકો, કાપડ ઉદ્યોગ માટે 'પડતા પર પાટુ'
સુરતમાં ખાંડ અને ડુંગળી બાદ કોલસાના ભાવમાં ભડકો, કાપડ ઉદ્યોગ માટે 'પડતા પર પાટુ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વંદે માતરમ' દરમિયાન બેસી રહ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગૃહમાં વિવાદ
'વંદે માતરમ' દરમિયાન બેસી રહ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગૃહમાં વિવાદ
અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, ભાજપના મેન્ડેટને મોટો ઝટકો
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, ભાજપના મેન્ડેટને મોટો ઝટકો
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ
અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
અંબાજી મંદિરના શિખર પર હવે 5 મીટરથી મોટી નહિં ચઢે ધજા, ભાદરવી પૂનમ મેળા પહેલા ટ્રસ્ટનો નિર્ણય
અંબાજી મંદિરના શિખર પર હવે 5 મીટરથી મોટી નહિં ચઢે ધજા, ભાદરવી પૂનમ મેળા પહેલા ટ્રસ્ટનો નિર્ણય
Embed widget