શોધખોળ કરો

પ્રજા પૂરમાં, નેતા પાર્ટીમાં: સુરત મનપાના પાપે જનતા રામ ભરોસે, ભાજપના MLAએ ઉઠાવ્યા સવાલ 

સુરતમાં ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા, ત્યારે કેટલાક કોર્પોરેટરની નાસ્તા પાર્ટીના વીડિયો સામે આવતા ટીકા થઈ રહી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાહત કાર્ય માટે પૂર્વ કમિશનર શાલિની અગ્રવાલને જવાબદારી સોંપાઈ.

સુરતમાં ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા, ત્યારે કેટલાક કોર્પોરેટરની નાસ્તા પાર્ટીના વીડિયો સામે આવતા ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ ભાજપના જ ધારાસભ્યએ મહાનગરપાલિકાની કામગીરી અને પદગ્રહણ સમારોહ પર સવાલો ઉઠાવ્યા છે. આ દરમિયાન રાજ્ય સરકારે રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા સુરત મનપાના પૂર્વ કમિશનર શાલિની અગ્રવાલને વિશેષ જવાબદારી સોંપી છે.

કોર્પોરેટરની નાસ્તા પાર્ટીનો વીડિયો વાયરલ, લોકોમાં રોષ

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં સુરતના વોર્ડ નંબર-2ના કોર્પોરેટર મનુ બલર સ્થાનિક કાર્યકરો સાથે ગાંઠિયાનો નાસ્તો કરતા જોવા મળે છે. વીડિયોમાં ભાજપના નેતા ધીરુ માંગરોળિયા પણ તેમની સાથે વાતચીત કરતા નજરે પડે છે. આ વીડિયો તે સમયનો હોવાનું કહેવાઈ રહ્યું છે જ્યારે શહેરના અનેક વિસ્તારોમાં લોકો વરસાદી પાણી વચ્ચે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. કોર્પોરેટર મનુ બલરે વીડિયો ગઈકાલે સવારનો હોવાની કબૂલાત કરી છે. જોકે તેમનો દાવો છે કે નાગરિકોની સેવા અને સ્થળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ કાર્યકરો સાથે નાસ્તો કરવામાં આવ્યો હતો.

પદગ્રહણ સમારોહને લઈને સોશિયલ મીડિયામાં ભારે ટીકા

ભારે વરસાદ અને જળબંબાકાર વચ્ચે સુરત મહાનગરપાલિકાની 12 વિવિધ સમિતિના ચેરમેનોના પદગ્રહણ સમારોહનું આયોજન પણ ચર્ચાનો વિષય બન્યું છે. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ સવાલ ઉઠાવ્યા કે જ્યારે શહેર પાણીમાં ગરકાવ હતું ત્યારે પદાધિકારીઓ પદગ્રહણ અને નાસ્તા કાર્યક્રમમાં વ્યસ્ત કેમ હતા. સમારોહ દરમિયાન ઢોકળા, ખમણ, ઈડલી-સાંભાર અને અન્ય નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હોવાના મુદ્દે પણ લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. નાગરિકોએ પ્રશ્ન કર્યો કે આવી આફતની સ્થિતિમાં કાર્યક્રમ મોકૂફ રાખીને પદાધિકારીઓએ મેદાનમાં ઉતરી રાહત કામગીરીમાં જોડાવું વધુ જરૂરી ન હતું?

આ પણ વાંચોઃ 17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ

ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના સ્ફોટક સવાલો

આ સમગ્ર મામલે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ ખુલ્લેઆમ સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે શહેરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પદગ્રહણ કાર્યક્રમ રદ કરવો જોઈએ હતો અને તમામ નગરસેવકોએ મેદાનમાં ઉતરીને પ્રજાની વચ્ચે રહેવું જરૂરી હતું.

તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે અતિભારે વરસાદ દરમિયાન સર્જાયેલા જળભરાવ પાછળ મહાનગરપાલિકાની નિષ્ક્રિયતા જવાબદાર છે. વારંવાર રજૂઆતો છતાં પ્રિમોન્સૂન કામગીરી યોગ્ય રીતે થઈ ન હોવાનું તેમણે જણાવ્યું હતું. ખાડીઓની સફાઈ સહિતની કામગીરી માત્ર કાગળ પર રહી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.

રાહત કામગીરી માટે પૂર્વ કમિશનર શાલિની અગ્રવાલને વિશેષ જવાબદારી

શહેરમાં સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સુરત મહાનગરપાલિકાના પૂર્વ કમિશનર શાલિની અગ્રવાલને વિશેષ જવાબદારી સોંપી છે. સુરત શહેરનો બહોળો વહીવટી અનુભવ ધરાવતા શાલિની અગ્રવાલને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીમાં જોડાવાની સૂચના આપવામાં આવી છે. તેઓ પાણીના ઝડપી નિકાલ, અસરગ્રસ્ત વિસ્તારોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવાની કામગીરી તેમજ રાહત કામગીરીનું સતત નિરીક્ષણ કરશે. રાજ્ય સરકાર દ્વારા રાહત કામગીરીને વધુ ઝડપથી અને અસરકારક રીતે આગળ વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

Frequently Asked Questions

રાહત કામગીરી માટે કોને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે?

રાજ્ય સરકારે સુરત મહાનગરપાલિકાના પૂર્વ કમિશનર શાલિની અગ્રવાલને વિશેષ જવાબદારી સોંપી છે. તેઓ પાણીના નિકાલ, જીવનજરૂરી ચીજો પહોંચાડવા અને રાહત કામગીરીનું નિરીક્ષણ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Embed widget