સુરતઃ સુરતની એક શિક્ષિકા સાથે સ્કૂલ બસના ડ્રાઈવરે સ્કૂલ બસમાં જ શરીર સંબંધ બાંધ્યા હતા ને પછી જુદાં જુદાં સ્થળ લઈ જઈને શરીર સુખ માણ્યું હતું. ડ્રાઈવરે આ શિક્ષિકા સાથે લગ્ન કરવાની પણ ખાતરી આપી હતી પણ વારંવાર શરીર સુખ માણ્યા પછી લગ્ન કરવાના બદેલ તરછોડી દેતાં ડ્રાઈવર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બસ ડ્રાઈવર બે બાળકોનો બાપ
આ ઘટનાની વિગત એવી છે કે, અમરોલી વિસ્તારની સ્કૂલની 25 વર્ષીય શિક્ષીકાનો પરિચય મૂળ અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના ગામના 39 વર્ષના બસ ડ્રાઇવર સાથે થયો હતો. બંને વચ્ચેનો પરિચય ગાઢ થયો હતો ને પછી બંનેની આંખ મળી ગઇ હતી. બસ ડ્રાઈવર પરિણીત અને બે સંતાનનો પિતા હોવા છતાં તેણે શિક્ષિકાને પ્રેમ જાળમાં ફસાવીને જાન્યુઆરી 2020માં સ્કૂલ બસમાં જ શરીર સંબંધ બાંધ્યા હતા. એ પછી તેણે ઘણી વાર શિક્ષિકા સાથે શરીર સુખ માણ્યું હતું.
લગ્ન કરવાની લાલચ આપી લઈ જતો ફરવા
આ ડ્રાઈવર શિક્ષીકા સાથે લગ્ન કરશે એમ કહી ફરવા લઇ જતો હતો અને બંને એકાંતમાં શરીર સુખ માણતાં હતાં. શિક્ષીકા જયારે પણ લગ્નનું કહેતી હતી ત્યારે તે પત્નીને છુટાછેડા આપું એટલે તારી સાથે લગ્ન કરી લઇશ એમ કહી વાયદા કરતો હતો. આ રીતે તે શિક્ષિકાને ફોસલાવીને તેની સથે શરીર સુખ માણતો હતો.
લગ્નની જીદ કરતાં ડ્રાઈવરે પોત પ્રકાશ્યું
જો કે પત્નીને છુટાછેડા આપવાનો વાયદો કરનાર ડ્રાઈવરે અચાનક જ શિક્ષીકા સાથે પ્રેમસબંધ તોડી નાંખ્યા હતા અને પત્નીને છુટાછેડા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જો કે શિક્ષીકાએ ડ્રાઈવર સમક્ષ લગ્નની જીદ કરતાં ડ્રાઈવરે તેને સમાજમાં બદનામ કરવાની અને તેના નાના ભાઇને મારી નાંખવાની ધમકી આપવાનું શરૂ કર્યુ હતું. જેને પગલે શિક્ષીકાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર વિરૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. પીએસઆઇ એમ.જી. રાઠોડે દુષ્કર્મ કરનાર સ્કુલ બસના ડ્રાઇવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Gold Rates Change: સોનાનો ભાવ ઘટીને થઈ શકે છે 40 હજાર, જાણો વિગત