શોધખોળ કરો

17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ

surat News: સુરતમાં વરસાદ બંધ થયાના 17થી 18 કલાક બાદ પણ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે, જ્યારે ટ્રેન અને હવાઈ સેવાઓ પર પણ ભારે અસર જોવા મળી રહી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વરસાદ બંધ છતાં સુરતના અનેક વિસ્તારો હજુય જળમગ્ન છે.
  • મનપાના દાવા પોકળ, ખાડીઓ ભયજનક; પરિવહન સંપૂર્ણ ખોરવાયું.
  • સરકારી તંત્ર સતર્ક, રાહત-બચાવ ચાલુ; 125થી વધુ બચાવ્યા.

Surat News:  સુરતમાં વરસાદ રોકાયા બાદ પણ સ્થિતિ સામાન્ય થઈ નથી. શહેરના ઉધના, સરથાણા, લસકાણા,  પર્વતગામ, વરાછા, લિંબાયત, ભેસ્તાન, સચિન, વેડ રોડ, કતારગામ, ગોડાદરા, રાંદેર અને અડાજણ સહિતના વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. અનેક સોસાયટીઓ, દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસી જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

ઉધનાના લાલીનગર સોસાયટી, બાલાજી ફ્લેટ અને શ્રીનાથ કોમ્પ્લેક્સ સહિત અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનો ડૂબી ગયા છે. વરાછાના બરોડા પ્રિસ્ટેજ માર્કેટમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

મહાનગરપાલિકાએ ચાર કલાકમાં પાણીના નિકાલનો દાવો કર્યો હતો, પરંતુ વરસાદ બંધ થયાના 18 કલાક બાદ પણ અનેક વિસ્તારો જળમગ્ન હોવાથી પ્રિમોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થયા છે. વેપારીઓએ પણ મનપાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે. પોદાર આર્કેડના વેપારીઓએ ગટરોની સમયસર સફાઈ ન થવાનો અને આખી રાત જાતે પાણી બહાર કાઢવું પડ્યાનો આક્ષેપ કર્યો છે.

સુરતની ત્રણેય મુખ્ય ખાડીઓ ભેદવાદ, મીઠી અને સીમાડા ખાડી ભયજનક સપાટીને પાર વહી રહી છે. ભેદવાદ ખાડી હાલ 9 મીટરની સપાટીએ વહેતી હોવાનું સામે આવ્યું છે. પ્રેમનગર વિસ્તારમાં ઈતિહાસમાં પ્રથમ વખત ખાડીના પાણી ઘૂસી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો: Gujarat Rain Forecast: રાજ્યમાં 10 જુલાઇ સુધી વરસાદની આગાહી, આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

વરસાદની અસર પરિવહન વ્યવસ્થા પર પણ પડી છે. સચિન રેલવે સ્ટેશન નજીક પુલ પર પાણી ભરાઈ જતા અત્યાર સુધીમાં 39 ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે કોલકાતાથી સુરત આવતી ફ્લાઈટ નાસિક અને મુંદ્રાથી સુરત આવતી ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે. સુરત એરપોર્ટ પરથી ત્રણ ફ્લાઈટ રદ કરવામાં આવી છે અને અનેક ફ્લાઈટો ત્રણથી ચાર કલાક મોડી ચાલી રહી છે.

શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્થિતિ ગંભીર છે. ઓલપાડ તાલુકાના સાયણ ગામની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે અને સાયણથી કીમ તેમજ સુરત જતાં મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે ધારાસભ્ય મુકેશ પટેલ પહોંચવાના છે.

તો બીજી તરફ  તંત્રનો દાવો છે કે.  વરસાદને પગલે રાજ્ય સરકાર વધુ સતર્ક બની છે. પ્રભારી સચિવોને વરસાદગ્રસ્ત જિલ્લાઓમાં તાત્કાલિક પહોંચવા સૂચના આપવામાં આવી છે. સુરત માટે પ્રભારી સચિવ શાલિની અગ્રવાલને મોકલવામાં આવ્યા છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ અધિકારીઓને સ્થિતિ પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે.

બીજી તરફ, સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી લેબર કોલોનીમાં પાણી ભરાતા બાળકો સહિત 125થી વધુ લોકો ફસાઈ ગયા હતા. NDRF, SDRF, ફાયર બ્રિગેડ, પોલીસ અને મહાનગરપાલિકાની ટીમોએ સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી રાહત કેન્દ્રોમાં ખસેડ્યા હતા.સુરતમાં હાલ પણ પાણીના નિકાલ અને રાહત-બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે, જ્યારે આગામી વરસાદની આગાહીને પગલે તંત્ર સતત સતર્ક સ્થિતિમાં છે.

Frequently Asked Questions

સુરતમાં વરસાદ બંધ થયા પછી શું સ્થિતિ છે?

વરસાદ રોકાયા બાદ પણ સુરતના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. અનેક સોસાયટીઓ, દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસી ગયા છે.

વરસાદને કારણે સુરતમાં પરિવહન વ્યવસ્થા પર શું અસર પડી છે?

સચિન રેલવે સ્ટેશન નજીક પાણી ભરાતા 39 ટ્રેનો રદ કરાઈ છે. ફ્લાઈટ્સ ડાયવર્ટ અથવા રદ કરવામાં આવી છે, અને કેટલીક ફ્લાઈટો ત્રણથી ચાર કલાક મોડી ચાલી રહી છે.

મહાનગરપાલિકાની કામગીરી અંગે વેપારીઓનો શું મત છે?

મનપાએ 4 કલાકમાં પાણી નિકાલનો દાવો કર્યો હતો, પરંતુ 18 કલાક બાદ પણ પાણી ભરાયેલા છે. વેપારીઓએ પ્રિમોન્સૂન કામગીરી અને ગટરોની સફાઈ ન થવા બદલ રોષ વ્યક્ત કર્યો છે.

સુરતની મુખ્ય ખાડીઓની વર્તમાન સ્થિતિ શું છે?

સુરતની ત્રણેય મુખ્ય ખાડીઓ (ભેદવાદ, મીઠી અને સીમાડા) ભયજનક સપાટીને પાર વહી રહી છે. પ્રેમનગર વિસ્તારમાં ઇતિહાસમાં પ્રથમ વખત ખાડીના પાણી ઘૂસી ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
Embed widget