સુરતઃ રાજ્યમાં હવે સુરત કોરાનાનું હોટસ્પોટ બન્યું છે. અત્યાર સુધી અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસો હતા. જોકે, થોડા દિવસથી સુરતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે વધી રહેલા સંક્રમણને કારણે સુરતના કાપડ ઉદ્યોગમાં ભયનો માહોલ સર્જાયો છે. કાપડના વેપારીઓ દ્વારા સપ્તાહ માટે માર્કેટ બંધ કરવાની વિચારણા થઈ રહી છે.


કાપડ માર્કેટમાં હાલ સુધી 1070 જેટલા લોકો કોરોનામાં સપડાયા છે. આગામી દિવસોમાં વધુ લોકો સંક્રમિત ના થાય તે માટે વેપારીઓની વિચારણા ચાલી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 879 કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 41906 થઈ ગઈ છે. જ્યારે આજે વધુ 13 લોકોનાં મોત થયા છે અને 513 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં મૃત્યુઆંક 2047 પર પહોંચ્યો છે. અત્યાર સુધી કુલ 29198 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

ગઈ કાલે નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 205, અમદાવાદ કોર્પોરેશનમાં-152, સુરત -90, વડોદરા કોર્પોરેશનમાં-68, સુરત 46, ભાવનગર કોર્પોરેશન -31, જૂનાગઢ 29, મહેસાણા 23, રાજકોટ 23, રાજકોટ કોર્પોરેશન 23, સુરેન્દ્રનગર 21, અમદાવાદ 20, મોરબી 19, ગાંધીનગર 18, અમરેલી 16, ખેડા 16, વલસાડ 16, ભાવનગર 15, ભરૂચ 14, બનાસકાંઠા 13, જૂનાગઢ કોર્પોરેશન 13, આણંદ 11, ગાંધીનગર કોર્પોરેશન 11, નવસારી 11, પંચમહાલ 10, દાહોદ 9, કચ્છ 7, વડોદરા 7, ગીર સોમનાથ 6, જામનગર કોર્પોરેશન 6, બોટાદ 5, પાટણ 4, છોટા ઉદેપુર 3, સાબરકાંઠા 3, અરવલ્લી 2, તાપી 2, મહીસાગર 1 કેસ નોંધાયો છે.