સુરતઃ શહેરના પરવ ત પાટિયા વિસ્તારમાં પ્રેમિકાએ યુવકની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પ્રેમિકાએ યુવકનું માથું અફડાવી અફડાવીને હય્યા કરી નાંખી હતી. હત્યા બાદ પ્રેમિકા ભાગી છૂટી હતી. પોલીસે શંકાના આધારે પૂછપરછ કરતા હત્યા તેણે જ કરી હોવાનું કબલ્યું હતું. જેથી મહિલાની ધરપકડ કરવામાં આવી છે.


મળતી વિગતો પ્રમાણે ગણેશ ઉર્ફે રૂપેશ અને ગીતા વચ્ચે પ્રેમસંબંધ હતા. ગત બીજી ઓક્ટોબરે ગણેશ દારૂ પીને આવ્યો હતો અને ગીતાને મળવા માટે બોલાવી હતી. પરંતુ ગીતા નહોતી ગઈ. આ પછી ગણેશે તેને ફરીથી બોલાવી હતી. દરમિયાન બાળકો સૂઈ જતા ગીતા ગણેશ પાસે ગઈ હતી. આ સમયે ગણેશ શારીરિક સંબંધની માંગ કરી હતી. પરંતુ ગીતાએ ઇનકાર કરી દેતા ગણેશે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

આમ છતા ગણેશે પરાણે સંબંધ બાંધવાનો પ્રયાસ કરતાં ગીતાએ તેનું માથું દિવાલ સાથે અફળાવતાનું તેનું મોત થઈ ગયું હતું. હત્યા પછી ગીતાએ ઘટનાસ્થળેથી લોહી સાફ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. તેની પાસેથી પોલીસે લોહીવાળો પેટીકોટ પણ કબ્જે કર્યો છે.