સુરતઃ ને.હા. નં-48 પર ટ્રક-કેન્ટેનર વચ્ચે અકસ્માત થતાં ખાબક્યા ગટરમાં, એકનું મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Dec 2020 11:04 AM (IST)
અકસ્માત પછી કન્ટેનર અને ટ્રક બંને રોડની બાજુમાં આવેલી ગટરમાં પલટી ગયા હતા. આ અકસ્માતમાં ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે ક્લીનર થયો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
NEXT PREV
સુરતઃ નેશનલ હાઇવે નંબર 48 ઉપર કોસંબા નજીક નંદાવ પાટિયા પાસે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. કન્ટેનર ચાલકને ઝોકું આવી જતા બાજુમાં ચાલતી ટ્રક સાથે કન્ટેનર અથડાયું હતું. અકસ્માત પછી કન્ટેનર અને ટ્રક બંને રોડની બાજુમાં આવેલી ગટરમાં પલટી ગયા હતા. આ અકસ્માતમાં ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે ક્લીનર થયો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત પછી કન્ટેનર ચાલક અકસ્માત સર્જી કન્ટેનર મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.