સુરત: સોમવારે મોડી રાત્રે સુરતમાં ભંગાર ભરેલા ટ્રકે ચાલકે ટ્રક ઉપર કાબુ ગુમાવતા ટ્રક રસ્તાના ડિવાયડર સાથે અથડાઈને એક પછી એક બાઇકો ઉપર ફરી વળી હતી ત્યાર બાદ કારને અથડાઈ હતી.
જોકે ટ્રકની ટક્કરથી કાર ચાલક કારમાંથી કૂદી જતાં તેનો બચાવ થયો હતો. પોલીસે આ મામલે ટ્રક ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં બ્રિજ નીચે એક લોખંડ ભરેલા ટ્રકનું સ્ટેરિંગનું લોક તૂટી ગયું હતું. જેના કારણે ચાલુ ટ્રક ગોળ ગોળ ફરવા લાગી હતી અને ગોળ ગોળ ફરતી વખતે જે પણ વાહનો આડે આવ્યા એના ઉપર ફરી વળી હતી.
બેકાબુ ટ્રકે એક પછી એક 20 જેટલા બાઇક અને કારને અડફેટે લીધા હતા. બાઇકો ઉપર ટ્રક ફરી વળતાં તમામ બાઇકોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અંતે બેકાબુ ટ્રક બ્રીજની નીચે રેલિંગ તોડીને ફસાઇ જતાં કાબુમાં આવ્યો હતો.
આ ઘટનામાં ટ્રકે કારને પણ અડફેટે લીધી હતી. જોકે કાર ચાલક કારમાંથી કૂદી જતાં તેનો બચાવ થયો હતો. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને વધુ કાર્યવાહી હાથધરી હતી. હાજર સૌ કોઈ આ ઘટના જોઈને ચોંકી ગયા હતાં.
સુરતમાં બેકાબૂ ટ્રકે ઢગલાબંધ બાઈકનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો, જાણો કેવી રીતે
abpasmita.in
Updated at:
07 May 2019 09:05 AM (IST)
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં બ્રિજ નીચે એક લોખંડ ભરેલા ટ્રકનું સ્ટેરિંગનું લોક તૂટી ગયું હતું. જેના કારણે ચાલુ ટ્રક ગોળ ગોળ ફરવા લાગી હતી અને ગોળ ગોળ ફરતી વખતે જે પણ વાહનો આડે આવ્યા એના ઉપર ફરી વળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -