સુરત: સુરતમાં 42 વર્ષીય યુવકનું હાર્ટ અટેકના કારણે મોત નિપજતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ઓફિસેથી આવ્યા બાદ દૂધ પીતી વખતે એકાએક નીચે ઢળી પડેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા ફરજ પરના હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. જો કે યુવકના મોતનું સચોટ કારણ જાણવા નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.


હાર્ટ અટેકના કારણે મોત નિપજવાની ચિંતાજનક ઘટનાઓ


જ્યમાં હાલ હાર્ટ અટેકના કારણે મોત નિપજવાની ચિંતાજનક ઘટનાઓ હાલ સામે આવી રહી છે. એક બાદ હાર્ટ અટેકના વધતા કિસ્સાઓ તબીબી આલમમાં પણ ચિંતાનો વિષય બની રહ્યો છે. ત્યારે વધુ એક ઘટના સુરતમાં સામે આવી છે. જેમાં 43 વર્ષોય યુવકનું હાર્ટ અટેકના કારણે મોત નીપજ્યું હોવાનુ પરિવારે જણાવ્યું છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાંદેરના ઉગત કેનાલ રોડ પર ચૈતન્ય પટેલ પોતાની પત્ની,બે સંતાનો અને પિતા સાથે રહેતા હતા. ગત રોજ ચૈતન્ય પટેલ ઓફિસેથી પરત પોતાના ઘરે ફર્યા હતા. જે દરમિયાન દૂધ પીતી વખતે અચાનક જ તેઓ નીચે ઢળી પડ્યા હતા. પરિવારજનો દ્વારા તાત્કાલિક તેઓને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ ચૈતન્ય ભાઈને મૃત જાહેર કર્યા હતા.


પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ


યુવકના મોતના પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. જ્યારે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. ઘટના અંગે મૃતકના સંબંધી હર્ષદ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઓફિસેથી આવ્યા બાદ દૂધ પીતી વખતે આ ઘટના બની હતી.જ્યાં એકાએક બેભાન થઈ ઢળી પડેલા ચૈતન્ય ભાઈને નવી સિવિલ હોસ્પિટલ લાવતા ફરજ પરના હાજર તબીબોએ તપાસ મૃત જાહેર કર્યા હતા. તબીબોએ હાર્ટ અટેકના કારણે મોત નીપજ્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી. યુવકના મોતનું સચોટ કારણ જાણવા નવી સિવિલ ખાતે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે રીપોર્ટ આવ્યા બાદ મોતનું સચોટ કારણ જાણવા મળી શકે તેમ છે. 


દૂધ પીધા બાદ યુવક અચાનક ઢળી પડ્યો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. યુવકનું મોત હાર્ટ-એટેકથી થયું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.