Switzerland Approves Euthanasia Device: યૂરોપીય દેશ સ્વિત્ઝરલેન્ડે આત્મહત્યા માટેના મશીનને મંજૂરી આપી દીધી છે, આ મશીન શું છે જાણીએ..આ મશીન માત્ર 1 મિનિટમાં જ આત્મહત્યાની પ્રક્રિયાને પૂર્ણ કરશે. આ મશીન દ્વારા વ્યક્તિને કોઇ પણ પ્રકારની પીડા વિના મોતની ઊંઘ આવી જશે.


સ્વિત્ઝરલેન્ડે તાબુતના આકારના આ મશીનને મંજૂરી આપી છે. આ મશીનની મદદથી વ્યક્તિ શાંતિપૂર્ણ રીતે મોતને વ્હાલુ કરી શકશે, આ મશીનને બનાવનાર કંપનીએ આ જાણકારી આપી છે. આ મશીનની અંદર ઓક્સિજનનું સ્તર ખૂબ જ ઓછું છે.જેના કારણે વ્યક્તિનું હાયપોક્સિયા અને હાઇપોકેનિયાથી મોત થઇ જાય છે.


આ મશીન અંદર બેસીને પણ ચલાવી શકાય છે. આ મશીન એવા દર્દીઓ માટે મદદરૂપ છે, જેઓ બીમારીને કારણે બોલી શકતા નથી કે હલનચલન પણ કરી શકતા નથી. યુઝરે આ મશીનને તેની પસંદગીની જગ્યાએ લઈ જવાનું રહેશે. મશીનની ડિગ્રેડેબલ કેપ્સ્યુલને પછી અલગ કરવામાં આવે છે જેથી તેનો ઉપયોગ શબપેટી તરીકે થઈ શકે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આત્મઘાતી મશીન બનાવવાનો વિચાર નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન એક્ઝિટ ઈન્ટરનેશનલના ડાયરેક્ટર અને ડોક્ટર ફિલિપ નિત્શેકે આપ્યો છે, જેને 'ડૉક્ટર ડેથ' કહેવામાં આવે છે.


ડોક્ટર ડેથની આલોચના થઇ રહી છે


સ્વિત્ઝર્લેન્ડમાં આ મશીનની મદદથી આત્મહત્યાને કાયદેસર ગણવામાં આવે છેયતો બીજી તરફ લોકો ડોક્ટર ડેથની  જોરદાર ટીકા કરી રહ્યા છે. લોકો જીવન ટૂંકાવવની આ  ખોટી પદ્ધતિ જણાવી રહ્યા છે. તેઓ કહે છે કેસ તે ગેસ ચેમ્બર જેવું છે. કેટલાક અન્ય લોકોએ કહ્યું કે, આ મશીન આત્મહત્યાને પ્રોત્સાહન આપે છે. હાલમાં, બે સરકો પ્રોટોટાઇપ તૈયાર કરવામાં આવ્યા છે. હવે ત્રીજું મશીન બનાવવામાં આવી રહ્યું છે જે આવતા વર્ષ સુધીમાં તૈયાર થઇ જશે, લોકો આ મશીનની હાલ તો ટીકા કરી રહ્યાં છે પરંતુ અસાધ્ય રોગથી પીડિતા અને જે લોકો મર્સી ડેથની માંગણી કરી રહ્યાં હોયે તેના માટે આ મશીન રાહતરૂપ બની શકે.