Pakistan Road Accident:પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રના દિયામેર જિલ્લામાં સ્થિત કારાકોરમ નેશનલ હાઈવે પર એક ખતરનાક માર્ગ  સર્જોયો છે.  આ અકસ્માતમાં મુસાફરોથી ભરેલી બસ ઉંડી ખીણમાં પડી હતી, જેમાં 20 લોકોના મોત થયા હતા, જ્યારે 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના વિશે માહિતી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બસ રાવલપિંડીથી હુન્ઝા જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.