Jammu Kashmir:બુધવારે (7 ફેબ્રુઆરી) જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ એક બિન-કાશ્મીરીને ગોળી મારી. આ હુમલામાં અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો.


બંને પંજાબના અમૃતસરના રહેવાસી છે. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકની ઓળખ અમૃતપાલ પાલ સિંહ  તરીકે થઈ છે. જેની વય 31 વર્ષ છે.  અને  અન્ય ઈજાગ્રસ્તની ઓળખ 27 વર્ષીય રોહિત તરીકે થઈ છે. રોહિતને પેટમાં ગોળી વાગી હતી અને તેની SMHS હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


જમ્મુ-કાશ્મીર પોલીસે હુમલાખોરોને શોધવા માટે વિસ્તારને કોર્ડન કરી લીધો છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે, શ્રીનગરના શહીદ ગંજમાં આતંકવાદીઓએ એક બિન-કાશ્મીરી વ્યક્તિ પર ગોળીબાર કર્યો અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. તેની ઓળખ અમૃતપાલ સિંહ તરીકે થઈ હતી. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.                                                                                                                                                                  






સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ જણાવ્યું કે અમૃતસરના રહેવાસી અમૃતપાલ સિંહને આતંકવાદીઓએ સાંજે લગભગ 7 વાગે એકે રાઈફલથી નજીકથી ગોળી મારી હતી.


અગાઉ પણ બિન-કાશ્મીરીઓ પર હુમલા થયા હતા


ગયા વર્ષે, આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ અને શોપિયા જિલ્લા સહિત ઘાટીમાં બિન-સ્થાનિક કામદારો પર ઘણા હુમલા કર્યા હતા. આ વર્ષે કાશ્મીરમાં બિન-સ્થાનિક પર આતંકવાદીઓ દ્વારા આ પહેલો હુમલો છે.