Flight Viral Video: જો તમે વિમાનમાં બેસીને પ્રવાસની મજા માણી રહ્યા હોય અને અચાનક હવામાં ઉડતા વિમાનનો દરવાજો ખુલી જાય તો.. ખાલી કલ્પના કરવાથી જ રૂવાટા ઊભા થઈ જાય છે. આ દ્રશ્ય જોઈને કોઈ પણ વ્યક્તિ ચોક્કસ ડરી જશે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિમાનનો આ વાયરલ વીડિયો જોઈને તમે પણ ડરી જશો, તો વિચારો કે તેમાં બેઠેલા લોકોની શું હાલત હશે. બ્રેકિંગ એવિએશન ન્યૂઝ એન્ડ વીડિયોઝ નામના ટ્વિટર પેજ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.

અચાનક ખુલી ગયો વિમાનનો દરવાજો 

આ વીડિયો બ્રાઝિલના પ્લેનનો છે તેવું સામે આવ્યું છે. અહીં હવામાં ઉડતી ફ્લાઈટનો કાર્ગો ગેટ અચાનક ખૂલી ગયેલો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો ફ્લાઈટનો ગેટ ખોલતા જ ડરી રહ્યા છે. આ વીડિયોને ટ્વીટ કરીને લખવામાં આવ્યું છે કે બ્રાઝિલના સિંગર ટિએરીનું પ્લેન ફ્લાઈટમાં ગેટ ખૂલ્યા બાદ સાઓ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. યૂઝર્સ આ અંગે સતત કોમેન્ટ પણ કરી રહ્યા છે.

વીડિયો જોઇને યુઝર્સે કરી કમેન્ટ્સ 

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે અચાનક ગેટ ખોલવાને કારણે પ્લેનમાં જોરદાર પવન આવી રહ્યો હતો. ત્યાંથી નીચેનું દૃશ્ય એકદમ ડરામણું હતું. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અચાનક પ્લેનના ગેટની બાજુમાં એક પેસેન્જર બેઠો છે જે ખૂબ જ ડરી ગયો હતો. સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું કે, ' વિમાને સવાર લોકોને સ્કાયડાઇવર્સને સમજી લીધા હતા. જો કે થોડા દિવસો પહેલા આવી જ બીજી ઘટના બની છે. તે સમયે એક વ્યક્તિએ હવામાં ઉડતા એરક્રાફ્ટનો ગેટ ખોલી નાખ્યો હતો, જે બાદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.