સુરતમાં પાસોદરા ખાતે ગ્રીષ્માના હત્યાનો આરોપી ફેનિલ હોસ્પિટથી ડિસચાર્જ થયા બાદ તેની પોલીસે ધરપકડ કરી લીધી છે. આજે તેને કોર્ટમાં રજૂ કરાશે...
સુરતની દીકરી ગ્રીષ્મા કાલે પંચમહાભૂતમાં વિલીન થઇ ગઇ. તેમની અંતિમયાત્રા 2 કિલોમીટર લાંબી હતી એટલી જનમેદની જોડાઇ હતી.આ ઘટનાને લઇને લોકોમાં આક્રોશ છે. આરોપીની ઝડપથી ફાંસીની સજા મળે તેવી માંગણી કરી રહ્યાં છે. દીકરી ગ્રીષ્માના હત્યારાને આજે કોર્ટમાં રજૂ કરાશે.
ગ્રીષ્માની હત્યા કર્યાં બાદ ફેનિલે ખુદે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સ્વીમેર હોસ્પિટલમાંથી રજા આપતા કામરેજ પોલીસે કબજે મેળવ્યો છે. પોલીસ બંદોબસ્ત સાથે હોસ્પિટલમાંથી લઈ જવામાં આવ્યો. હતો આજે તેને કોર્ટમાં રજૂ કરાશે અને રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરાશે.
સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ બાદ કપલ બોક્સને લઈને સવાલો થયા ઉભા
સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ બાદ શહેરમાં ચાલતા કપલ બોક્સને લઈને સવાલો ઉભા થયા હતાં. હત્યાનો આરોપી ફેનિલ કપલ બોક્સ કાફે ચલાવતો હોવાની પોલીસને રજૂઆત થઈ હતી. આથી પોલીસે આવા કપલ બોક્સ અંગે માહિતી મળતા જ રેડ કરાઈ હતી. સુરતના પુણા કેનાલ રોડ પર પોલારિસ શોપિંગ સેન્ટરમાં મીટ મી નામના કાફેમાં રેડ કરવામાં આવી હતી. જેમાં કાફેના માલિકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. સાથે CCTVનું ડીવીઆર જપ્ત કર્યું હતું.પોલીસને ફરિયાદ મળી હતી કે પુણા વિસ્તારમાં કાફેની આડમાં ધમધમતા કપલ બોક્સ ચાલે છે.. પુણા કેનાલ રોડ પર પોલારિસ શોપિંગ સેન્ટરમાં મીટ મી નામના કાફેમાં ગોરખધંધા ચાલતા હતા..કાફેના માલિકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો સાથે CCTVનું ડીવીઆર કરવામાં આવ્યું છે.કપલ બોક્સના માલિકને પણ ઝડપી લઈને કાર્યવાહી કરવામાં આવી છે.
ગમગીનીભર્યા માહોલમાં અંતિમ વિદાય
સુરતઃ સુરતના પાસોદરાની દીકરી ગ્રીષ્મા વેકરિયાની આજે અંતિમ યાત્રા નીકળી હતી. પરિવારે આક્રંદ સાથે દીકરીને વિદાય આપી હતી. ગ્રીષ્માની અંતિમ યાત્રામાં જનમેદની ઉમટી પડી હતી. ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી અંતિમ સંસ્કાર બે દિવસ સુધી કરાયા નહોતા. પિતા જ્યારે સુરત આવ્યા તો દીકરીના મૃતદેહને જોઈ ઢળી પડ્યા હતા. માતા-પિતાના આક્રંદ જોઈ ત્યાં હાજર સૌ કોઈ શોકમગ્ન થઈ ગયું હતું. ગ્રીષ્માની અંતિમયાત્રામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. રસ્તામાં બે કિલોમીટર લાંબી લાઈન લાગી ગઈ હતી. ઈજાગ્રસ્ત હાલતમાં ભાઈએ ભારે હૃદયે બહેનના પાર્થિવદેહને મુખાગ્નિ આપી હતી. સ્મશાન યાત્રામાં જોડાયેલા લોકોએ ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા થાય તેવી માગ કરી હતી. નોંધનીય છે કે 12 ફેબ્રુઆરીના ફેનિલ ગોયાણી નામના યુવકે એક તરફી પ્રેમમાં જાહેરમાં ગ્રીષ્માનું ગળું કાપીને નિર્દયતાથી હત્યા કરી નાંખી હતી.