IMD Alert Weather Update:   ભારત હવામાન વિભાગ (IMD)એ ઓગસ્ટની શરૂઆતમાં દેશની રાજધાની દિલ્લી સિવાય ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને પહાડી રાજ્યોમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં આંધી તોફાન સાથે ભારે વરસાદ સાથે વીજળી પડવાનું પૂર્વામનું માન છે.

 હવામાન વિભાગની આગાહી મુજબ રાજધાની દિલ્લીમાંમાં શુક્રવાર 1 ઓગસ્ટે દિવસભર વાદળો છવાયેલા રહેશે, ગાજવીજ સાથે વરસાદની પણ શક્યતા છે. મહતમ તાપમાન 34 અને ન્યૂયતમ તાપમાન 24 ડીગ્રી રહેવાની શક્યતા છે. ઓગસ્ટના પહેલા સપ્તાહમાં હળવા વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 1 ઓગસ્ટે યુપી અને પશ્મિમી વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં સહારનપુર, શામલી, મુજ્ફ્ફરનગર, બાગપત, મેરઠ, ગાજિયાબાદ, હાપુડ, ગૌતમ બુદ્ધનનગર, અલીગઢ, મુથરા, હાથરસ, બિજનોરસ અમરોહા, મુરાદાબાદ, રામપુર અને બરેલીના આસપાસના વિસ્તાર સામેલ છે.

મધ્યપ્રદેશની વાત કરીએ તો નદીઓથી જોડાયેલા જિલ્લામાં સેંકડો ગામડામાં પુરથી ઘેરાયેલા છે. ગ્લાલિયર-ચંબલ, અંચલમાં રાજસ્થાનની કોટા બરાજ નોનાર ડૈમથી છોડવામાં આવેલ પાણીના કારણે ચંચલ નદી ઓવરફ્લો  થઇ રહી છે. આ કારણે આ વિસ્તારમાં આવેલા ગામમાં પુરની સ્થિતિ છે.

રાજસ્થાનના અનેક વિસ્તારમાં પુરની સ્થિતિ

રાજસ્થાનમાં પણ ભારે વરસાદના કારણે ચંબલ અને  પાર્વતી નદીનું જળસ્તર ભયચૂચક સપાટીથી ઉપર વહી રહ્યું છે. ધૌલપુરમાં ચંબલ ભયચૂચર સપાટીથીથી 12 મીટર ઉપર વહી રહી છે. જેના કારણે નદીના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. આ વિસ્તારમાં બચાવ અને રાહત કાર્ય માટે સેના કાર્યરત છે.કોટા, ધૌલપુર, કરૌલી, સવાર્ઇ માધોપુર અને ટૌંકમાં પુરની સ્થિતિ  છે.  

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. મનાલીના બાહંગ વિસ્તારમાં બ્યાસ નદીનુ પાણી ઘરો અને દુકાનો ઘુસી ગયા છે. જેના કારણે માલને અને ઘરવખરીનું ભારે નુકસાન થયું છે મનાલી-લેહ માર્ગ તૂટી જવાથી ખતરો વધી ગયો છે. IMD એ શુક્રવારે કાંગડા, મંડી, કુલ્લુ, શિમલા અને સિરમૌર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

કેદારનાથ યાત્રા બીજા દિવસે પણ સ્થગિત રહી

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન અને અતિવૃષ્ટિને કારણે, ગુરુવારે બીજા દિવસે પણ કેદારનાથ યાત્રા સ્થગિત રહી. NDRF અને SDRF એ 1100 થી વધુ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. 5 હજારથી વધુ મુસાફરોને સોનપ્રયાગમાં રોકવામાં આવ્યા હતા. હવામાન વિભાગે દેહરાદૂન, ટિહરી, ચંપાવત અને પિથોરાગઢ માટે યલો એલર્ટ જાહેર  કર્યું છે.