Anant-Radhika Marriage:અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં એન્ટિલિયામાં તેમના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે. મામેરુ વિધિ બાદ હવે સૌની નજર સંગીત સેરેમની પર ટકેલી છે. જસ્ટિન બીબર સંગીત સેરેમનીમાં પરફોર્મ કરવા માટે ભારત આવ્યો છે. જસ્ટિનની સાથે, બે ભારતીય ગાયકો પણ આ ફંક્શનમાં દેશી ફ્લેવર ઉમેરશે.
અંબાણી પરિવારે બુધવારે 'મામેરુ' સમારોહનું આયોજન કર્યું હતું, જેના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમનો ભાગ બનવા માટે અનેક હસ્તીઓ મુંબઈ પહોંચી હતી.ગઈ કાલે સમાચાર આવ્યા કે, હોલિવૂડ સિંગર જસ્ટિન બીબર લગ્નમાં રંગ જમાવવા મુંબઈ પહોંચી ગયો છે. હવે બે ભારતીય સિંગર્સના નામ સામે આવ્યા છે, જેઓ આ લગ્નમાં દેશી ફ્લેવર ઉમેરવા જઈ રહ્યા છે. ચાલો તેમના વિશે જાણીએ.
આ સિંગર ઉમરશે દેશી ફ્લેવર
જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં દિલજીત દોસાંઝે પોતાની ગાયકીથી મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેણે માત્ર અનંતને જ નહીં પરંતુ સલમાન ખાન, કરીના કપૂર સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સને પણ તેના ગીતો પર ડાન્સ કરાવ્યો છે. હવે એચટીના સમાચાર મુજબ લગ્નમાં રંગ ઉમેરવા માટે બાદશાહ અને કરણ ઔજલા પણ તેમાં ભાગ લઈ શકે છે.
સારા ગાયક હોવા ઉપરાંત બંને મિત્રો પણ છે. બાદશાહ અને કરણના ગીતો તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. હવે તેના ફેન્સ પણ તેમને આ ગ્રાન્ડ મેરેજ સેરેમનિમાં જોવા ઉત્સુક છે. જે ભવ્યતામાં વધારો કરશે.
આ આંતરરાષ્ટ્રીય ગાયકોને પણ સામેલ કરી શકાય છે
ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, એડેલે, ડ્રેક અને લાના ડેલ રે પણ અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરી શકે છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી. અહેવાલો અનુસાર, તે અંબાણી પરિવાર સાથે વાતચીત કરી રહ્યા છે.