પંચમહાલના પાનમ ડેમ નજીક કેનાલમાં ડૂબી જતા ત્રણ યુવકના કરૂણ મોત નિપજ્યાં છે. આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ત્રણ યુવક અહી ફરવા માટે ગયા હતા. એકનો પગ લપસી જતાં અન્ય બે યુવકો તેમને બચાવવા જતાં ત્રણય ડૂબી ગયા હતા. ત્રણેય મૃતક લુણાવાડાના કોઠંબાના વતની હોવાનું ખૂલ્યું છે. ત્રણમાંથી અન્ય બે યુવકો સગાભાઇ હોવાથી પરિવારમાં એક જ પરિવારના બંને યુવકની અર્થી એક સાથે અર્થી ઉઠી, ત્રણેય મૃતક લુણાવાડાના કોઠંબાના વતની હોવાનું ખૂલ્યું છે.

Continues below advertisement

વલસાડમાં જેલમાં કેદીનું થયું મોત

તો બીજી તરફ વલસાડ જેલમાં કેદીના મોતની ઘટના બની છે. દિનેશ રાઠોડ નામનો શખ્સને ખેંચ આવતા તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. દિનેશ રાઠોડ જુગારનો આરોપી છે. દિનેશ રાઠોડને આંકડા ફેરનો જુગાર રમતા પોલીસે ઝડપી લીધો હતો. હજુ ગઇ કાલે બપોરે કેસ કરી ગ્રામ્ય પોલીસ મથકે લવાયો હતો. વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આરોપીને  અચાનક ખેંચ આવતા જુગારના આરોપીને દિનેશ રાઠોડને તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે દુર્ભાગ્યવશ તેનો જીવ ન બચાવી શકાયો અને  સારવાર પહેલા જ તેમનુ મોત થઇ ગયું. આરોપીનું જેલમાં મોત થતાં  આરોપીના પરિવાર સહિતના આસપાસના લોકો લે ગ્રામ્ય પોલીસ મથકે પહોંચ્યા હતા. જેલમાં કેદીના મોતથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થયા છે.

Continues below advertisement

જૂનાગઢ: લગ્ની તારીખ નક્કી થયા બાદ યુવતીએ  આ કારણે કર્યો આપઘાત, જાણો શું છે મામલો  

તો જૂનાગઢના ટીટોળી ગામમાં પણ એક કરૂણ ઘટના સામે આવી છે. અહીં લગ્નની તારીખ નક્કી થયા બાદ યુવકે અચાનક જ લગ્ન કરવાની ના પાડી દેતા યુવતીએ જીવન ટૂંકાવી દીધું. એક બાજુ લગ્નની તારીખ નક્કી થતાં પરિવારમાં ખુશીનો માહોલ હતો અને પરિવાર લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. આ સમયે અચાનક જ યુવકે  લગ્નની ના પાડતા પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. આ બધાની વચ્ચે યુવતી પણ આ આઘાત સહી ન શકતા ઘાતકી પગલું ભરતાં ઝેર પીને જીવન ટૂંકાવી દીધું. યુવતીએ આપઘાત પહેલા 2 પાનાની સુસાઇડ નોટ પણ લખી હતી. પોલીસે આ સુસાઇડ નોટને કબ્જે કરી છે. સુસાઇડ પરથી જાણવા મળ્યું છે કે, યુવતીના સાસરિયા પક્ષ પાસેથઈ પાંચ તોલા સોનુ આપવાની વાત હતી જો કે સાસરી પક્ષના લોકોએ સોનુ આપવાનો ઇન્કાર કરતા બંને પરિવાર વચ્ચે બોલાચાલી થઇ હતી અને આખરે સગપણ તૂટી ગયું હતું. આ બધાના કારણે આઘાતમાં સરી પડેલ લગ્નવાંછુક કન્યાએ ઝેર પીને જીવન ટૂંકાવી દીધું, સમગ્ર ઘટનાને લઇને પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિવારોના સભ્યોની પૂછપરછ હાથ ઘરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.