Jugaad Viral Video: આ દિવસોમાં દુનિયાના મોટાભાગના ભાગોમાં ગરમી ખૂબ વધી ગઈ છે. જેના કારણે બપોરના તડકામાં લોકોને રસ્તા પર નિકળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં એક વ્યક્તિએ આકરા તડકાથી બચવા માટે એક યુક્તિ શોધી કાઢી છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ વ્યક્તિના જુગાડને જોઈને દરેક તેની પ્રશંસા કરી રહ્યા છે.






 


કાળઝાળ ગરમીથી બચવા વૃદ્ધે કરી યુક્તિ 


સામાન્ય રીતે દુનિયાભરમાં આવા લોકો જોવા મળે છે જે નકામી વસ્તુઓનો ઉપયોગ કરીને કેટલીક અદ્ભુત અને આશ્ચર્યજનક વસ્તુઓ બનાવે છે. જેની સામાન્ય વ્યક્તિ માટે કલ્પના કરવી પણ અસંભવ છે. તાજેતરના દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણા જુગાડુ વીડિયો જોવા મળ્યા હતા, જેમાં કેટલાક લોકો પોતાના મગજનો ઉપયોગ કરીને ઘણા મુશ્કેલ કાર્યો ખૂબ જ સરળતાથી કરતા જોવા મળ્યા હતા.


વૃદ્ધે કર્યો ગરમીથી બચવાનો જુગાડ


વાયરલ થઈ રહેલા વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે એક વૃદ્ધ માણસ આકરા તડકામાં રસ્તા પર સાઈકલ ચલાવતો હતો. અત્યારે ધોમધખતા તાપમાં સાયકલ ચલાવવી ખૂબ જ થકવી નાખે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ જુગાડ લગાવીને સાયકલની ફરતે લાકડાની ફ્રેમ બનાવી છે. જેની નીચે નાના ટાયર લગાવવામાં આવ્યા છે. જેના કારણે વ્યક્તિને સાઇકલ ચલાવતી વખતે કોઇપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નહીં પડે.


વીડિયોને 2 મિલિયન વ્યૂઝ મળ્યા 


બીજી તરફ વ્યક્તિએ લાકડાની ફ્રેમની ઉપર કાપડ મૂક્યું છે. જેના કારણે વ્યક્તિને રસ્તા પર ચાલતી વખતે તડકાથી રાહત મળશે. આવી અદ્ભુત ટ્રીક જોઈને મોટાભાગના યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ જ કારણ છે કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને સમાચાર લખાય છે ત્યાં સુધી સોશિયલ મીડિયા પર 31 હજારથી વધુ લાઈક્સ અને 22 લાખથી વધુ વખત જોવામાં આવી છે. વીડિયો જોઈને યુઝર્સ વ્યક્તિના જુગાડની સતત પ્રશંસા કરી રહ્યા છે.