Traffic rules: જો આપ  વાહન ચલાવો છો, પછી તે કાર હોય કે મોટરસાયકલ હોય. કોઇના કોઇ રીતે આપ જો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો છો તો આપને દંડ ભરવો પડે છે. જો ક્યારે એવું બને છે કે, આ અજાણ હો અને જાણતા ન હો અને અજાણતા જ ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરતા ટ્રાફિક પોલીસની સમજરે ચઢી જતાં આપને દંડ ફટકારવામાં આવ્યો હશે. આ સ્થિતિમાં વાહન ચલાવતા પહેલા તેના દરેક નિયમો જાણી લેવા જરૂરી છે.


આ ટ્રાફિકના દંડથી બચવા માટે આપે ટ્રાફિકના કેટલાક નિયમો જાણી લેવા જરૂરી છે. આજે અમે આપને આવા જ કેટલાક જરૂરી નિયમો વિશે જણાવી રહ્યાં છીએ. આ નિયમો જાણવા જરૂરી છે. જો આપ આ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરો છો તો દંડ ભરવો પડે છે અને જેલ જવાની નોબત પણ આવે છે.


દિલ્લીમાં ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવવા માટે 5000 રૂપિયાનો દંડ અથવા ત્રણ મહિનાનો કમ્યુનિટિ સર્વિસ ચાર્જ લેવામાં આવે છે.  આ સિવાય જો નશો કરીને ડ્રાઇવિંગ કરતા પકડાય તો તેને 10,000 રૂપિયાનો દંડ અથવા 6 મહિનાની જેલ અથવા બંને થઈ શકે છે. ઓવર સ્પીડિંગ માટે સેગમેન્ટ આધારિત ચાર્જિસ છે. ઉદાહરણ તરીકે, LMV માટે 1000 રૂપિયા અને MPV માટે 5000 રૂપિયાનો દંડ ફરીથી ભૂલનું પુનરાવર્તન કરવાથી દંડની કિંમત વધી જાય છે.


સુરક્ષા માટે જરૂરી


દંડથી બચવા માટે માત્ર ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરૂરી નથી, પરંતુ તે રસ્તા પર સલામતીની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સુરક્ષા વધારવાના હેતુથી જ આ નિયમો લાગુ કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો


Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?


CBSE Term 1: બોર્ડે ધોરણ-12ની બાકીની પરીક્ષાઓ માટે સૂચનાઓ જારી કરી


UPSC IFS Main Exam 2021: UPSC IFS પરીક્ષા આ મહિનામાં યોજાશે, 27 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે


દેશમાં આજે Omicron ના નવા 14 કેસ નોંધાયા, કુલ સંક્રમિતની સંખ્યા 87 થઈ