Kamakhya Express Derailed: ઓડિશામાં ફરી એકવાર મોટો ટ્રેન અકસ્માત થયો છે. અહીં દિલ્હી અને આસામ વચ્ચે દોડતી કામાખ્યા એક્સપ્રેસના 11 એસી કોચ પાટા પરથી ઉતરી ગયા હતા, ત્યારબાદ મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, ચૌદ્વાર વિસ્તારમાં મંગુલી પેસેન્જર હોલ્ટ પાસે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. NDRF અને મેડિકલ ટીમને બચાવ કામગીરી માટે મોકલવામાં આવી છે.
ઈસ્ટ કોસ્ટ રેલ્વેના સીપીઆરઓ અશોક કુમાર મિશ્રાએ કહ્યું કે, અમને કામાખ્યા એક્સપ્રેસ (15551)ના કેટલાક કોચ પાટા પરથી ઉતરી જવાની માહિતી મળી છે. તેમણે કહ્યું, 'અત્યાર સુધી અમને માહિતી મળી છે કે, 11 એસી કોચ પાટા પરથી ઉતરી ગયા છે. કોઈને ઈજા થઈ નથી. તમામ મુસાફરો સુરક્ષિત છે. જ્યાં સુધી અમને માહિતી મળી છે, અકસ્માત બાદ ઇમરજન્સી મેડિકલ સાધનો મોકલવામાં આવ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચશે. DRM ખુર્દા રોડ, GM/ECOR અને અન્ય ઉચ્ચ સ્તરીય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. તપાસ કર્યા બાદ પાટા પરથી ઉતરવાનું કારણ જાણી શકાશે. અમારી પ્રથમ પ્રાથમિકતા રૂટ પર રાહ જોઈ રહેલી ટ્રેનોને ડાયવર્ટ કરવાની અને રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરવાની છે.
-સીપીઆરઓએ જણાવ્યું કે રેલવેના વરિષ્ઠ અધિકારીઓ પણ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચવાના છે. DRM ખુર્દા રોડ, GM/ECOR અને અન્ય વરિષ્ઠ સ્તરના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે તપાસ બાદ જ ખબર પડશે કે આ ઘટના કેવી રીતે બની. અમારી પ્રથમ પ્રાથમિકતા રૂટ પર રાહ જોઈ રહેલી ટ્રેનોને ડાયવર્ટ કરવાની અને રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરવાની છે.