Rain Update: હવામાન વિભાગની માહિતી મુજબ હાલ ઓફ શ્યોર અને સાઈસર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાનો અનુમાન છે અને આવતીકાલથી ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે.  ભારે વરસાદના કારણે  ટ્રેન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે વડોદરા ડિવિઝનની 14 ટ્રેન રદ કરવામાં આવી છે. 


વડોદરા ડિવિઝનની 14 ટ્રેનો કરાઈ રદ



  • વલસાડ-વડોદરા પેસેન્જર ટ્રેન રદ

  • વલસાડ પેસેન્જર સ્પે. ટ્રેન રદ

  • વડોદરા-દહાણુ રોડ સુપરફાસ્ટ ટ્રેન રદ

  • દહાણુ રોડ-વડોદરા સુપરફાસ્ટ ટ્રેન રદ

  • વલસાડ-વડોદરા સુપરફાસ્ટ ટ્રેન રદ

  • વડોદરા-વલસાડ સુપરફાસ્ટ ટ્રેન રદ

  • વિરાર-ભરૂચ એક્સપ્રેસ જે સુરત-ભરૂચ વચ્ચે રહેશે રદ

  • ભરૂચ-સુરત પેસેન્જર સ્પે. ટ્રેન રદ

  • સુરત-ભરૂચ પેસેન્જર સ્પે. ટ્રેન રદ

  • વડોદરા-અમદાવાદ પેસેન્જર ટ્રેન રદ

  • અમદાવાદ-વડોદરા પેસેન્જર ટ્રેન રજ

  • અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ ટ્રેન રદ


છેલ્લા 12 કલાકમાં 189 તાલુકામાં મેઘમહેર


રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬.૦૦ કલાકથી સાંજના ૬.૦૦ કલાક દરમિયાન જુનાગઢ જિલ્લાના વીસાવદર તાલુકામાં ૧૬૫ મિ.મી., ભેંસાણમાં ૧૫૨ મિ.મી., વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં ૧૩૮ મિ.મી., પારડીમાં ૧૩૬ મિ.મી., વપીમાં ૧૩૧ મિ.મી જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાની વાત કરીએ તો, ધારીમાં ૧૩૦ મિ.મી., અંકલેશ્વરમાં ૧૨૫ મિ.મી.,  ભરૂચમાં ૧૨૦ મિ.મી., ચિખલીમાં ૧૧૫ મિ.મી., કપરાડામાં ૧૧૫ મિ.મી., ધંધુકામાં ૧૦૭ મિ.મી., ચુડામાં ૧૦૬ મિ.મી., વલભીપુર તાલુકામાં ૧૦૨ મિ.મી., જ્યારે અમદાવાદ શહેરમાં એ ૧૦૨ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો છે. આમ, ૧૪ જેટલા તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. 


આ ઉપરાંત વાંસદા અને જલાલપોર તાલુકામાં અનુક્રમે ૯૩ અને ૯૨ મિ.મી., લીંબડી તથા મહુવા તાલુકામાં અનુક્રમે ૯૦ અને ૮૯ મિ.મી., લુણાવાડા અને ભાવનગરમાં અનુક્રમે ૮૭ અને ૮૩ મિ.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે બરવાળા અને તલાલામાં ૮૦ મિ.મી. અને વઘઈ તથા વાલીયામાં ૭૯ મિ.મી. વરસાદ નોંધાયો છે.  રાજ્યના અન્ય તાલુકાઓ જેવા કે, નેત્રંગમાં ૭૦ મિ.મી., ગણદેવીમાં ૬૯ મિ.મી., આણંદમાં ૬૮ મિ.મી., કપડવંજમાં ૬૭ મિ.મી., આહવા અને હાંસોટમાં ૬૬ મિ.મી., શિહોરમાં ૬૫ મિ.મી., ઓલપાડ અને ડેડિયાપાડામાં ૬૨ મિ.મી. વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના ૧૯ જેટલા તાલુકામાં સરેરાશ બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ૪૫ તાલુકાઓમાં સરેરાશ એકથી બે ઈંચ સુધીનો વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે