Train Ticket Checking Rule: પુરૂષ ટીટી નથી કરી શકતા ટ્રેનમાં મહિલાઓ માટેના રિઝર્વ કોચની તપાસ, જાણો શું છે નિયમ


Indian Railway Rules: ભારતીય રેલ્વેના અમુક નિયમો એવા છે, જેની માહિતી કદાચ જ તમારી પાસે નહીં હોઈ. તેમાંથી એક નિયમ એવો પણ છે કે પુરુષ ટીટી મહિલા રિઝર્વ કોચમાં ટિકિટની તપાસ નથી કરી શકતા.


ભારતીય રેલ્વે દ્વારા દરરોજ લાખો મુસાફરો પ્રવાસ કરે છે. આ જ કારણે રેલ્વે દર થોડા થોડા સમય પર નવી સ્પેશલ ટ્રેન ચલાવવા જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. સમયની સાથે રેલ્વે પોતાના નિયમોમાં પણ બદલાવ કરતુ રહે છે. તેના અમુક નિયમ એવા છે જે ઘણા સમયથી અમલમાં મુકેલા છે, પરંતુ જાણકારી ન હોવાથી યાત્રીઓ તેનો ફાયદો ઉઠાવી શકતા નથી. આજે એવા જ એક નિયમની માહિતી આપીશું.


ટિકિટ વગરના મુસાફરોને રોકવા અને મુસાફરોના પ્રશ્નોને હલ કરવાના ઘણા કામ માટે TTEની નિમણુક કરવામાં આવતી હોઈ છે. TTE મુસાફરોની ટિકિટની ચકાસણી કરે છે અને જો ટિકિટ ન હોઈ તો તેમને દંડ પણ કરતા હોઈ છે અથવા તેમની સામે કોઈ પગલા પણ લેતા હોઈ છે. TTEને ટ્રેનની બધી જ બોગીમાં જવાનો અધિકાર છે, પરંતુ મહિલા માટેની આરક્ષિત બોગીમાં તેમને જવાનો અધિકાર નથી.


પુરુષ TTE નથી કરી શકતા આ તપાસ


રેલ્વેની વેબસાઈટ ઇરેલ દોટ મુજબ, મહિલાઓ માટેના આરક્ષિત બોગીની તપાસ ફક્ત મહિલા ટિકિટ કલેક્ટર કે પરીક્ષકો દ્વારા જ કરવામાં આવી જોઈએ. પુરુષ TTE અધિકારી કે પરીક્ષક "મહિલા" બોગીમાં પ્રવેશ નથી કરી શકતા. રેલ્વે જણાવે છે કે પુરુષ ટિકિટ ચેકિંગ અધિકારી ફક્ત પ્લેટફોર્મ પરથી જ મહિલાઓની ટિકિટ તપાસી શકશે. 


ટિકિટ વગર યાત્રા કરવા પર થઇ શકે છે દંડ 


રેલ્વે તરફથી જણાવવામાં આવ્યું છે કે જો કોઈ યાત્રી વગર ટિકિટ મુસાફરી કરતા જોવા મળે છે તો તેની સામે યોગ્ય કાર્યવાહી કરવાનો તેમને અધિકાર છે. રેલ્વે તરફથી વગર ટિકિટે મુસાફરી કરવા ઉપર દંડ લાગી શકે છે. જે સ્ટેશન પરથી મુસાફરે યાત્રા શરુ કરી છે અથવા જે સ્ટેશનથી ટ્રેન ચાલી છે કે પછી ચેકિંગ પોઈન્ટથી વધારાના શુલ્કની રકમની સાથે 250 રૂપિયાનો દંડ આપવો પડી શકે છે.