Railway News: 1 જુલાઈથી રેલ મુસાફરી મોંઘી થઈ શકે છે. નોન-એસી મેલ/એક્સપ્રેસ ટ્રેનોના ભાડા પ્રતિ કિલોમીટર 1 પૈસા અને એસી ક્લાસના ભાડા પ્રતિ કિલોમીટર 2 પૈસા વધી શકે છે. ઇકોનોમિક ટાઇમ્સે સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.
1 જુલાઇથી નોન-એસી મેલ, એક્સપ્રેસ ટ્રેનના ભાડામાં વધારો થશે. પ્રતિ કિલોમીટર એક પૈસાનો વધારો કરવામાં આવશે, સેકન્ડ ક્લાસમાં 500 કિમી સુધી કોઈ વધારો નહી થયા. સેકન્ડ ક્લાસમાં 500 કિમીથી વધુ પ્રવાસ માટે અડધા પૈસાનો વધારો થશે. એસી ક્લાસમાં ભાડું દરેક કિમીદીઠ 2 પૈસા વધશે.બધા ફેરફારો 1 જુલાઈથી અમલમાં આવશે. જો તમે આ તારીખ પછી ટિકિટ બુક કરાવો છો, તો તમારે નવા દરો મુજબ ભાડું ચૂકવવું પડશે. રેલવેએ છેલ્લે 2020માં પેસેન્જર ભાડામાં વધારો કર્યો હતો
શહેરી અને માસિક ટિકિટમાં કોઈ ફેરફાર નથી
શહેરી ટ્રેનોના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેનાથી લાખો દૈનિક મુસાફરોને રાહત મળશે. ઉપરાંત, માસિક સીઝન ટિકિટના દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
ટિકિટ બુકિંગની નવી સિસ્ટમ શરૂ થઈ
રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. અત્યાર સુધી ટિકિટ કન્ફર્મેશન મુસાફરીના માત્ર ચાર કલાક પહેલા જ મળતું હતું, પરંતુ નવી સિસ્ટમ હેઠળ આ ચાર્ટ મુસાફરીના 24 કલાક પહેલા જાહેર કરવામાં આવશે. આ નવી સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ 6 જૂનથી રાજસ્થાનના બિકાનેર વિભાગમાં શરૂ થયો છે. અને તેને થોડા અઠવાડિયા માટે ટ્રાયલ તરીકે ચલાવવામાં આવશે.