Twitter Blue Tick Subscription: ટ્વિટરે દર મહિને $8ના દરે સબસ્ક્રિપ્શન સેવા શરૂ કરી છે. ટ્વિટરે પણ આ જાણકારી આપી છે. હાલમાં ટ્વિટર બ્લુની સર્વિસ  માત્ર યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં જ ઉપલબ્ધ છે.


ટેસ્લાના સીઈઓ અને ટ્વિટરના નવા માલિક એલોન મસ્કની 8ડોલરની  યોજના શરૂ થઈ ગઈ છે. Appleએ તેના ગ્રાહકોને ટ્વિટરના નવા નિર્ણય વિશે માહિતી આપવાનું શરૂ કરી દીધું છે. હવે એપલના એપ સ્ટોર પર ટ્વિટર એપ ડાઉનલોડ કરતી વખતે લખ્યું છે કે ટ્વિટર બ્લુ સેવા માટે તમારે દર મહિને 7.99 ડોલર ચૂકવવા પડશે. હાલમાં ટ્વિટર બ્લુની સર્વિસ માત્ર યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં જ ઉપલબ્ધ છે.


ટ્વિટરે તેની માઇક્રોબ્લોગિંગ સાઈટ પર નવા એપ અપડેટ વિશે માહિતી આપી, "આજથી, અમે Twitter Blue માં ખૂબ જ સારી નવી સુવિધાઓ ઉમેરી રહ્યા છીએ, જેમાં વધુ ટૂંક સમયમાં આવી રહ્યા છે. જો તમે હમણાં સાઇન અપ કરો તો 7.99/ ડોલર " મહિના માટે Twitter Blue સર્વિસ  મેળવો." સોશિયલ મીડિયા વેબસાઈટે વધુમાં ઉમેર્યું હતું કે, "બ્લુ ચેકમાર્ક: લોકોને પાવર આપશે. તમારા એકાઉન્ટને તમે પહેલાથી જ ફોલો કરો છો તે સેલિબ્રિટી, કંપનીઓ અને રાજકારણીઓની જેમ જ બ્લુ ટિક મળશે."


ટ્વિટર પર શું બદલાશે?


આ ઉપરાંત ટ્વિટરે બ્લુ ટિક એકાઉન્ટને મળશે તેવી સુવિધાઓની યાદી જાહેર કરી છે. કંપનીએ કહ્યું કે ટ્વિટર બ્લુ ટિક  ગ્રાહકોને ઓછી જાહેરાતો મળશે, તેઓ લાંબા સમય સુધી વીડિયો પોસ્ટ કરી શકશે અને ગુણવત્તાયુક્ત સામગ્રી માટે પ્રાથમિકતા રેન્કિંગ પ્રાપ્ત કરશે. કંપનીએ કહ્યું, "ટૂંક સમયમાં આવી રહી છે... અડધી જાહેરાતો અને ઘણી બહેતર સર્વિસ, કારણ કે આપ બૉટ્સ  સામેની લડાઈમાં ટ્વિટરને સમર્થન આપી રહ્યાં છો, તેથી અમે તમને અડધી જાહેરાતો સાથે પ્રરિસ્કૃત કરી રહ્યાં છીએ અને તેને બે વખત પ્રાસંગિક બનાવી દઇશું "


લાંબા વીડિયો પોસ્ટ કરી શકાશે


વધુમાં, કંપનીએ કહ્યું, "લાંબા વીડિયો પોસ્ટ કરી શકાશે. તમે આખરે Twitter પર લાંબા વીડિયો પોસ્ટ કરી શકશો. ગુણવત્તાયુક્ત સામગ્રી માટે પ્રાથમિકતા રેન્કિંગ: તમારી સામગ્રીને જવાબો, ઉલ્લેખો અને  સર્ચમાં  અગ્રતા રેન્કિંગ મળશે. જેના કારણે સ્કેમ સ્પેમ,બોટ્સની દશ્યતા ઓછી કરવામાં મદદ મળશે"