લંડન: અશ્વિની વૈષ્ણવે સોમવારે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા બાદ આંતરરાષ્ટ્રીય શ્રોતાઓ સમક્ષ પોતાના પ્રથમ મોટા ભાષણમાં કહ્યું હતું કે, તાજેતરમાં પૂર્ણ થયેલી સામાન્ય ચૂંટણીઓ બાદ ભારતના લોકતંત્રના ટીકાકારોને ચૂપ કરવામાં આવ્યા છે અને લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજો કાર્યકાળમા અને સરકારની નીતી  પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.


પીએમ મોદીના મંત્રી મંડળમાં રેલવે, માહિતી અને પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી પોર્ટફોલિયો ધરાવતા વૈષ્ણવે કહ્યું કે, પરિવર્તનશીલ આર્થિક વૃદ્ધિ "સામાજિક, ભૌતિક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં જાહેર રોકાણમાં વધારો, સમાવેશી વૃદ્ધિ, ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને કાનૂન પુસ્તકોમાંથી પ્રાચીન કાયદાઓ દૂર કરીને સરળીકરણના ચાર મુખ્ય સ્તંભો પર આધારિત હતી.


"છ દાયકા પછી, ત્રીજી વખત સરકારનું પુનરાવર્તન થયું છે; તે દર્શાવે છે કે, ભારતના લોકો વડાપ્રધાન મોદીજી અને એનડીએની નીતિઓમાં કેટલો વિશ્વાસ ધરાવે છે," ભારતના વિકાસ માટેના વિઝનને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવું' વિષય પર એક સત્રને સંબોધતા વૈષ્ણવે આ વિચારો વ્યક્ત કર્યો હતા.  


વૈષ્ણવે કહ્યું, "લોકશાહીની સંભવિતતામાંના આ વિશ્વાસે ઘણા ટીકાકારોને સ્પષ્ટપણે ચૂપ કરી દીધા છે, જેઓ કહેતા હતા કે ભારતની લોકશાહી જોખમમાં છે. હું ખૂબ જ ભારપૂર્વક કહેવા માંગુ છું કે આપણી લોકશાહી એક જીવંત લોકશાહી છે. આપણો લોકતંત્રની જનની . આપણા દેશે બતાવ્યું છે કે, વિવિધ પ્રકારના લોકો તેમના અધિકારોનો શાંતિપૂર્વક ઉપયોગ કરી શકે છે.


વરિષ્ઠ મંત્રીએ ભારપૂર્વક, લોકતંત્રની ક્ષમતા અને તેના વિશ્વાસે એક લોકોને સ્પષ્ટપણે ચૂપ કરી દીધા.જે ટીકાકારો કહેતા હતા કે, “ભારતનું લોકતંત્ર જોખમમાં છે.” તેમણે કહ્યું કે, સરકારની નિરંતરતા 6થી8 ટાકની વૃદ્ધિને સુનિશ્ચિત કરશે.  તેમણે વધુમાં કહ્યું કે, દુનિયમાં ક્યાંય પણ આપને પિરામિડના નીચેના સ્તર પર રહેનાર લોકના જીવનમાં કરેલા સુધાર અને રોકાણનો આવો આકાર નહી જોવા મળે.


મંત્રીએ કહ્યું કે, તેમણે લોકોને સશક્ત બનાવની પાયો મૂક્યો છે. તેમણે એક એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યુ છે.જેના પગલે લોકોસ ગરીબીમાંથી બહાર આવી રહ્યાં છે. તેમને સતત 7થી 8 ટકાની વૃદ્ધિ મળી રહી છે અને તેઓ મધ્યમ સ્તરમાં આવી રહ્યાં છે. આ સ્થિતિ દર્શાવે છે કે, દેશ ગતિશીલતા અને નિરંતરતા લોકોના જીવનના બદલીને સકારાત્મ પરિવર્તન લાવશે,


આઇજીએફના સંસ્થાપક મનોજ લાડવાએ કહ્યું કે, “યૂકે –ભારતનો સંબંધ દુનિયાને ઘણુ બધું આપી શકે તેમ છે. પાંચમી અને છઠ્ઠી અર્થવ્યવસ્થા એક સાથે કામ કરશે .કૌશલ, નવાચાર, વ્યવસાય,સુરક્ષા દરેક ક્ષેત્રે ભાગીદારી છે.


ઉદઘાટનના દિવસ પર પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર પરિષદ સદસ્ય સંજીવ સાસન્યાલ અને ભાજપના વિદેશ મામલાના પ્રભારી વિજય ચોથાઇવાલે  “મોદી 3.0 ભારતની વિદેશી અને આર્થિક નીતિ માટેનો આગળનું શું આયોજન? આ વિષય પર પણ પ્રવચન આપ્યું  હતું. .