Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. ભારેથી અતિભારે વરસાદની શકયતાને જોતા હવામાન વિભાગે આ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.વલસાડ, નવસારી, સુરત, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, રાજકોટ,દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો જામનગર, મોરબી, સુરેંદ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે,


આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી



સારા વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે  ગીર સોમનાથ જિલ્લામાં ગત રાત્રે સારો વરસાગ વરસ્યો છે.   સોમવારે વેરાવળ શહેર, કોડીનાર, ગ્રામ્ય પંથકમાં મેઘ મહેર જોવા મળી. કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી છવાઇ ગઇ. જો કે ધોધમાર વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદનું અનુમાન છે.


રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના ૧૦૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા ગામમાં સૌથી વધુ ૧૪ ઇંચ વરસાદ નોંધાયો છે. 


રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૦૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા ગામમાં સૌથી વધુ ૧૪ ઇંચ વરસાદ નોંધાયો છે.  ઉમરપાડામાં 14 ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. 


ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ૭ ઇંચ વરસાદ નોંધાયો


રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૧૬/૦૭/૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક પુરા થતા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ૭ ઇંચ અને નર્મદા જિલ્લાના ગરુડેશ્વર, નાંદોદ તાલુકામાં ૫ ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે તેમજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં અને નવસારીના ચીખલી તાલુકામાં ૪ ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. 


રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૨૦ ટકાથી વધુ નોંધાયો


ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૨૦ ટકાથી વધુ નોંધાયો છે જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં ૩૯.૭૪ સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે ઉતર ગુજરાત ઝોનમાં 12.52૨, દક્ષિણ ગુજરાત ઝોનમાં  37.85, પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં  22.26 અને કચ્છ ઝોનમાં 39.10 ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.