Ayodhya Ram Mandir:  અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. હવે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિરના ગર્ભગૃહનો શિલાન્યાસ કર્યો છે. આ પ્રસંગે સીએમ યોગીએ પહેલા ગર્ભગૃહનું વિધિવત પૂજન કર્યું હતું અને ત્યાર બાદ ત્યાં પથ્થર મૂકીને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ બાદ સીએમ યોગીએ કહ્યું કે રામ મંદિર ભારતનું રાષ્ટ્ર મંદિર હશે. તેમણે કહ્યું કે શિલાન્યાસ કરવો તેમના માટે સૌભાગ્યની વાત છે.


રામ મંદિરથી ભારતને સન્માન મળશે - યોગી


અયોધ્યામાં મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે હવે મંદિર નિર્માણનું કામ ઝડપથી આગળ વધશે. હવે એ દિવસ દૂર નથી જ્યારે ભગવાન રામની મૂર્તિ તૈયાર થઈ જશે. અમે બધા પીએમ નરેન્દ્ર મોદી જીના આભારી છીએ જેમણે શુભારંભ કરાવ્યો. . તેનાથી ભારતને સન્માન મળશે. અયોધ્યામાં 500 વર્ષથી હિંદુ ધર્મના લોકોને આની ઝંખના હતી.


બાંધકામ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે


શિલાન્યાસ પહેલા યોગી આદિત્યનાથ હનુમાન ગઢી મંદિર પહોંચ્યા અને પૂજા અર્ચના કરી. જણાવી દઈએ કે રામ મંદિર ગર્ભગૃહના શિલાન્યાસ પ્રસંગે દેશભરના તમામ સંતોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બધાએ અહીં પહોંચીને રામ મંદિરના નિર્માણ અંગે ખુશી વ્યક્ત કરી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે મંદિરનું નિર્માણ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાની આશા છે. આ માટે ત્રણ તબક્કાનું ફ્રેમ વર્ક તૈયાર કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે 5 ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો. ત્યારથી મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે.


ગાંધીનગરમાં એક જ ગાડીમાં જોવા મળ્યા જીતુ વાઘાણી અને મનિષ સિસોદીયા, જાણો શું છે મામલો


National Conference of Education Minister: ગાંધીનગર મહાત્મા મંદીર ખાતે નેશનલ કોન્ફરન્સ ઓફ એજ્યુકેશન મિનિસ્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. 1 અને 2 જૂન દરમિયાન નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ભાગ લેવા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધમેન્દ્ર પ્રધાન પણ ગાંધીનગર પહોંચ્યા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. દેશના વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રી કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચી ગયા છે.  આ ઉપરાંત નેશનલ એજ્યુકેશન પોલિસીના સ્ટિયરીંગ કમિટીના ચેરમેન કે કસ્તુરીરંગન પણ ઉપસ્થિત રહેશે.


જો કે આ કાર્યક્રમ પહેલા જ સૌથી વધુ ચર્ચા ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાધાણી અને દિલ્હીના શિક્ષણ મંત્રી મનિષ સિસોદીયાને લઈને થઈ રહી છે. આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને દિલ્હી શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયા અને ગુજરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એક જ ગાડીમાં વિધા સમીક્ષા કેન્ડ જવા રવાના થયા હતી. થોડા દિવસ પહેલા ગુજરાતના શિક્ષણને લઈને મનિષ અને જીતુ વાઘાણી આમને સામને આવી ગયા હતા. વાત એટલે સુધી વધી ગઈ હતી કે, મનિષ સિસોદીયા જીતુ વાઘાણીના મતવિસ્તાર ભાવનગર ખાતે સરકારી શાળાઓ જોવા આવ્યા હતા.  આજના કાર્યક્રમમાં વિદ્યા સમિક્ષા કેન્દ્રની તબક્કાવાર પ્રતિનિધિ મંડળો મુલાકાત લેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રી તથા અધિકારીઓ કરશે સૌજન્ય મુલાકાત કરશે.અને ડિનરનુ આયોજન કરવામાં આવશે.