મુઝફ્ફરનગર: જિલ્લાની બે ખાનગી શાળાના સંચાલકો પર 17 છોકરીઓને કથિત રીતે નશો આપીને યૌન શોષણ કરવાનો અને દુષ્કર્મનો પ્રયાસ કરવાનો આરોપ છે. પોલીસે આ મામલામાં બંને લોકો સામે ગુનો નોંધ્યો છે.


ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં શિક્ષણ જગતને શર્મશાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં મુઝફ્ફરનગરના જિલ્લાની બે ખાનગી શાળાના સંચાલકો પર 17 છોકરીઓને કથિત રીતે નશો આપીને યૌન શોષણ કરવાનો અને દુષ્કર્મનો પ્રયાસ કરવાનો આરોપ છે. પોલીસે આ મામલામાં બંને લોકો સામે ગુનો નોંધ્યો છે.


શું છે આરોપ?


બે ખાનગી શાળાના સંચાલકો સામે જાતીય સતામણી, ડ્રગ્સ આપવી અને પોક્સો એક્ટની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.આ ઘટના ત્યારે બની જ્યારે મેનેજર 17 વિદ્યાર્થીનીઓએ  પ્રેક્ટિકલ પરીક્ષા આપવા માટે બીજી શાળામાં લઇ ગયો હતો. તેને ત્યાં રાત રોકાવાની હતી. પીડિતાના સંબંધીઓની ફરિયાદ મુજબ, બંને આરોપી સંચાલકોએ સગીર છોકરીઓનું યૌન શોષણ કર્યું અને કથિત રૂપે તેમને નશીલા પદાર્થો આપીને બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો.


આરોપી તે જ સ્કૂલનો મેનેજર છે. જ્યાં વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરતી હતી. તો બીજા આરોપી એ સ્કૂલનો કર્મચારી છે, જ્યાં વિદ્યાર્થિનીઓને લઇ જવામાં આવી હતી. જો કે આ ઘટનાને પંદર દિવસથી વધુનો સમય વિતી ગયો છે પરંતુ હજું બને આરોપીની ધરપકડ નથી થઇ.


સ્પામાં ગયેલા યુવક સાથે 3000માં શરીર સંબંધ બાંધવા તૈયાર થઈ યુવતી


મહેસાણા શહેરના હાઈવે પર આવેલા એક સ્પા સેન્ટરમાં દરોડો પાડીને સેક્સ રેકેટનો ભાંડો ફોડ્યો છે. પોલીસે રેડ પાડીને પોતે મોકલેલા ડમી ગ્રાહકને યુવતી સાથે કઢંગી હાલતમાં ઝડપીને  પાંચ લલના સાથે સ્પાના સંચાલક અને કર્મચારીને ઝડપી લીધો હતો. આ સ્પામાં નેપાળ તેમજ દેશના અન્ય રાજયેમાંથી યુવતીઓને બોલાવીને તેમની પાસે અનૈતિક ધંધો કરાવવામાં આવતો હતો. પોલીસે ઈમોરલ ટ્રાફીકીંગ પ્રીવેન્શન એકટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ આરંભી છે.


પોલી પાસેથી મળેલી વિગતો પ્રમાણે, અમદાવાદ હાઈવે પર આવેલા વાઈડ એન્ગલ કોમ્પલેક્ષના પ્રથમ માળે ધ તાજ સ્પા એન્ડ બ્યુટી નામે મસાજ સેન્ટર છે. આ સ્પાનો સંચાલક મહેસાણા તાલુકાના દેલોલી ગામનો જૈમીન પ્રહલાદભાઈ પટેલ છે. જૈમીન બહારથી છોકરીઓ બોલાવીને ગ્રાહકો સાથે શરીર સુખ માણવાના બદલામાં કમાણી કરતો હોવાની બાતમી મહેસાણા એસઓજીને મળી હતી.


પોલીસે આ  બાતમી મળતાં ડમી ગ્રાહકને રૂપિયા 4000 આપીને મોકલ્યો હતો. ડમી ગ્રાહક સાથે શરીર સુખ માણવા યુવતી તૈયાર થઈ હતી ને બંને રૂમમાં ગયાં હતાં. ડમી ગ્રાહકે ઈશારો કરતાં પોલીસે રેડ પાડીને બંનેનેકઢંગી હાલતમાં ઝડપી લીધાં હતાં.  યુવતીના પર્સમાંથી ડમી ગ્રાહકને આપેલા પૈસા પૈકીની રૂપિયા 500ની 6 નોટો સહિત રૂપિયા 12,5000ની મત્તા કબજે કરી હતી.