Baba Dhirendra Shastri Divya Darbar: બાગેશ્વરધામ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો આવતીકાલે વડોદરાના નવલખી મેદાન ખાતે દિવ્ય દરબાર યોજાશે. નવલખી મેદાન ખાતે વિશાળ મંડપ સાથે ભવ્ય સ્ટેજનું નિર્માણ કરવામાં આવ્યું છે. 80 ફૂટ લાંબુ 24 ફૂટ પહોળું સ્ટેજ બનાવાયુ છે. દિવ્ય દરબાર કાર્યક્રમમાં પધારવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને આમંત્રણ આપવામાં આવ્યું છે.


આમંત્રિત મહેમાનો અને ગણમાન્ય લોકો માટે બેઠકની અલગ વ્યવસ્થા કરાઈ છે. લોકોએ ખુરશી મેળવવા માટે રજિસ્ટ્રેશન કરાવી ટોકન મેળવ્યા છે. દિવ્ય દરબારમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાન કથા, ભજન સંધ્યા અને બજરંગ બલી પર પ્રવચન આપશે. ધીરેન્દ્ર શાસ્ત્રીને વાય કેટેગરીની સુરક્ષા મળતા વડોદરામાં તેમની સુરક્ષાની અલાયદી વ્યવસ્થા કરાઈ છે. વીઆઈપી એન્ટ્રી અને જનરલ એન્ટ્રીગેટ અલગ અલગ કરવામાં આવ્યા છે. સ્ટેજની આસપાસ સુરક્ષા બંદોબસ્ત વધારવામાં આવશે. બિન અધિકૃત વ્યક્તિ સ્ટેજની આસપાસ નહીં જઇ શકે.


પોલીસ બંદોબસ્તમાં 2 ડીસીપી, 5 એ.સી.પી, 18 પી.આઈ, 50 પી.એસ.આઈ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ અને 200 હોમગાર્ડ જવાન તૈનાત રહેશે. બૉમ્બ ડિપોઝલ સકોર્ડ,  ડોગ સકોર્ડ અને બોડી વોન કેમેરા સાથે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે.  ટ્રાફિક સમસ્યા ન બને માટે ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડે જવાનો તૈનાત રહેશે. સુરક્ષા વ્યવસ્થા માટે 700 થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ તૈનાત રહેશે. બાબાના દિવ્ય દરબારમાં અંદાજીત દોઢથી બે લાખ લોકો આવવાની શક્યતા રહેલી છે.


રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સામે હિપનોટાઇઝ કરી પૈસા પડાવ્યાનો લાગ્યો આરોપ


બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. ગઈ કાલે રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. હવે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સામે એક અરજી દાખલ કરવામાં આવી છે. હેમલ વિઠલાણી નામના વ્યક્તિ દ્વારા પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. અરજીમાં બાબાએ હિપનોટાઇઝ કરીને ખિસ્સું ખાલી કરાવી નાખ્યું હોવાનો ઉલ્લેખ છે.


 



અરજદારને હતું કે, કાર્યક્રમ પૂરો થયા પછી રૂપિયા પરત મળશે પણ કાર્યક્રમ પૂરો થયા બાદ પૈસા પરત ન મળતા અરજી કરવામાં આવી છે. રુપિયા ૧૩ હાજર આપી દીધા હોવાનું અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસ કમિશનરને બાબા પાસેથી રૂપિયા પરત કરાવે તેવી માંગ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ગઈ કાલે રાજકોટમાં બાબા બાગેશ્વરનો દિવ્યદરબાર યોજાયો હતો. આ દરમિયાન એક યુવકે બાબાને કહ્યું કે મારે મંદિર બનાવવું છે પરંતુ મારી પાસે પૈસાની સગવડ નથી. આ વાત સાંભળી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ત્યા હાજર કેટલાક લોકોને કહ્યું કે, તમારા ખીસ્સા ખાલી કરો.