Local Body Election : ભાજપે વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાના ઉમેદવાર કર્યા જાહેર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તબક્કાવાર ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે.

- વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકા ઉમેદવારો જાહેર.
- જિલ્લા પંચાયતના 34, તાલુકાના 168 ઉમેદવારો પસંદ કરાયા.
- ડભોઇ, સાવલી, વાઘોડિયા, પાદરાના નગરપાલિકા ઉમેદવારો જાહેર.
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તબક્કાવાર ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ભાજપે વાવ-થરાદ, અરવલ્લી જિલ્લાની યાદી જાહેર કરી અને સુરેન્દ્રનગર મનપાના ઉમેદવારો જાહેર કર્યા હવે ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં વડોદરામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
વડોદરા જિલ્લામાં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત,નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં વડોદરા જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી. #કમળ_ખીલશે_વિકાસ_જીતશે pic.twitter.com/wYjYNkXhCP
— BJP Gujarat (@BJP4Gujarat) April 9, 2026
જિલ્લા પંચાયતના 34 ઉમેદવાર જાહેર
જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતના 34 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તાલુકા પંચાયતના 168 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા
ડભોઇ નગરપાલિકાના 32 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે સાવલી નગરપાલિકાના 24 ઉમેદવાર જાહેર કરાયા છે. આ સિવાય વાઘોડિયા નગરપાલિકાના 24 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. પાદરા નગરપાલિકાના 28 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
ભાજપની પ્રથમ યાદી જાહેર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની ભાજપની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આમાં સુરેન્દ્રનગર મનપામાં ભાજપમાં ઉમેદવારોની અને અરવલ્લી જિલ્લા અને તાલુકા પંયાયતના ઉમેદવારો યાદી જાહેર કરવામાં આવી છે. અરવલ્લીમાં મોડાસા, ભિલોડા, બાયડ, ધનસુરા, શામળાજી, સાઠંબા તાલુકા પંચાયતની યાદી જાહેર કરી છે. તેમજ મોડાસા અને બાયડ નગરપાલિકામાં પણ ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર મનપાના 13 વોર્ડના 52 ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે.
અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતના ઉમેદવારો કર્યો જાહેર
અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકાના 6 વોર્ડના 24 અને બાયડ નગરપાલિકાના 6 વોર્ડના 24 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. મોડાસા તાલુકા પંચાયતના 20, ભીલોડા તાલુકા પંચાયતના 20, બાયડ તાલુકા પંચાયતના 18, માલપુર તાલુકા પંચાયતના 16, મેઘરજ તાલુકા પંચાયતના 22, શામળાજી તાલુકા પંચાયતના 16 અને સાઠંબા તાલુકા પંચાયતના 16 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
મનોજ નિનામાને મળી ટિકિટ
IPS તરીકે તાજેતરમાં જ મનોજ નિનામાએ રાજીનામુ ધરી દીધુ હતું અને આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઇ ગયા હતા. રાજીનામા બાદ IPS મનોજ નિનામાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 42 વર્ષની નોકરી બાદ રાજીનામું આપ્યું છે. સમાજનું ઋણ મારા પર છે જેને જવાબદારી સમજી આગળ વધુ છું.અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક પરથી ભાજપે તેમને ઉમેદવાર બનાવ્યા છે.





















