Gujarat Assembly Elections: વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો મેદાનમાં જોવા મળી રહ્યા છે. એમ.પી.ના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહએ વડોદરાની મુલાકાત લઈ કોંગ્રેસ નેતાઓ સાથે શહેર જિલ્લાની 10 વિધાનસભાની સ્થિતિ અંગે ચર્ચા કરી જીત મેળવવા માટે કામે લાગી જવા જણાવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું આમ આદમી પાર્ટી અને AIMIM પાર્ટી ભાજપની બી ટીમ છે તો પણ કોંગ્રેસ સરકાર બનાવશે. લોક સમર્થન કોંગ્રેસ સાથે હોવાનો દિગ્વિજય સિંહએ દાવો કર્યો હતો.
અરવિંદ કેજરીવાલ લોકપાલનું કેમ સમર્થન નથી
તેમણે પીએમ મોદી પર પણ પ્રહાર કર્યા હતા. પૂર્વ સીએમએ કહ્યું કે, અહંમ અને અહંકારમાં છે નરેન્દ્ર મોદી. મેને ગુજરાત બનાયા ના નરેન્દ્ર મોદીના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. વધુમાં દિગ્જવિજય સિંહે કહ્યું કે, રાવણનું અહંકાર નથી રહ્યો તમારો પણ નહીં રહે. 2002 પછી ગુજરાત બનાવ્યું કહેનારની હું નિંદા કરું છું. ખેડૂતોના કાનૂનને છોડી બીજા તમામ કાનૂનનું આપએ સમર્થન કર્યું છે. આપ એ 370નું સમર્થન, નોટબંધીનું સમર્થન કર્યું. અરવિંદ કેજરીવાલ લોકપાલનું કેમ સમર્થન નથી કરતા તેવા સવાલ પણ તેમણે કર્યા.
ઓવેસી ધાર્મિક ઉન્માદ સાથે ચૂંટણીમાં ઉતરે છે. ભાજપ હિન્દૂઓની વાત કરી વોટ માંગે છે. 27 વર્ષમાં વણઝારા જે એન્કાઉન્ટર સ્પેશિયલ હતા જે મોદી, અમિત શાહના ખાસ હતા તેમણે પાર્ટી બનાવી. કેમકે તેમને ભાજપએ આપેલા વચન પાડ્યા નહીં. ગુજરાત સરકાર મતલબ નરેન્દ્ર મોદી, અમિત શાહ, પોલીસ બ્યુરોકેસી તેમની સાથે છે.
વડગામમાં જામશે ચતુષ્કોણીય જંગ
વડગામ વિધાનસભા સીટ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે. કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે આમ આદમી અને AIMIM પાર્ટીએ પણ ઝંપલાવતા ચતુષ્કોણીય જંગ જામે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
વડગામ સીટ કોંગ્રેસનો ગઢ રહી છે. 2.94 લાખ મતદારો ધરાવતી વડગામ સીટ પર સૌથી વધુ વોટ મુસ્લિમ મતદારોના છે. જ્યારે બીજા નંબરે દલિત સમાજના વોટ છે. ત્યારે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા માટે ભાજપે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે દલિત નેતા જીગ્નેશ મેવાણીને જંગના મેદાનમાં ઉતાર્યા છે. જોકે, મુસ્લિમ નેતા ઓવેસીની પાર્ટી AIMIM એ પણ મુસ્લિમ ઉમેદવાર જ્યારે આમ આદમી પાર્ટીએ દલિત સમાજના ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારતા વડગામ બેઠક પર ચતુષ્કોણીય જંગ જામશે.
ત્યારે મતદારોનો મિજાજ જોઈએ તો, મોટાભાગની પાર્ટીએ આયાતી ઉમેદવાર મુક્યા છે. આયાતી ઉમેદવારો સામે વિરોધ જતાવતા મતદારો વડગામના વિકાસને ઝંખી રહયા છે. વડગામ એસ.સી.સીટ છે. જ્યાં રાજકીય પક્ષો દ્વારા આજદિન સુધી આયાતી ઉમેદવારો મુકાયા છે. જેને કારણે વડગામનો જોઈએ એવો વિકાસ થયો નથી. ત્યારે વડગામમાં કરમાવદ તળાવ, મોકેશ્વર ડેમમાં પાણીની સમસ્યા હલ કરે તેવો ધારાસભ્ય આવે તેવો મત મતદારો વ્યક્ત કરી રહ્યા છે.
વડગામમાં કોઈ ધંધા રોજગાર નથી. ત્યારે વડગામમાં જી.આઇ.ડી. સી બને અને ધંધા રોજગાર વધે તથા પાણીની સમસ્યા હલ થાય તેવા ધારાસભ્યને લોકો ઇચ્છી રહ્યા છે. આમ, વડગામમાં આયાતી ઉમેદવારો વચ્ચે કોના પર પસંદગીનો ઢોળવો તેને લઈને મતદારો અવઢવમાં છે. ત્યારે કોઈપણ રાજકીય પક્ષ પણ જીતનો દાવો કરી શકવાની સ્થિતિમાં નથી.