દાહોદઃ સ્થાનિક સ્વરાજની ચુંટણી નજીક આવતા દાહોદ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. કાઉન્સિલરો સહિત 200 ઉપરાંત કાર્યકરો ભાજપમાં જોડાયા છે. દાહોદ વોર્ડ-1 ના કોંગી કાઉન્સિલર માસુમા ગરબાડાવાલા ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત દાહોદ કોંગ્રેસના નેતા ગોપાલ ધાનકા અને ચંદ્રકાતાબેન ધાનકા પણ ભાજપમાં જોડાયા છે.

દાહોદ કોંગ્રેસના અગ્રણી 10 આગેવાનો પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. સાંસદ જશવંતસિંહ ભાભોરે ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં પક્ષ પલટો કરી રહ્યા છે.