Dahod : અમદાવાદથી ભોપાલ જઈ રહેલી યુવતીની મળી લાશ, યુવતી કેવી રીતે થઈ હતી ગુમ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Mar 2021 02:06 PM (IST)
મૃતક યુવતી અમદાવાદથી સોમનાથ-જબલપુર એક્સપ્રેસમાં બેસીને ભોપાલ જતી હતી. જોકે, ચાલુ મુસાફરી દરમ્યાન મૃતક મહિલા ગુમ થતા પરિજનોએ પીલીસને જાણ કરી હતી.
દાહોદઃ લીમખેડા તાલુકા મંગલમહુડી નજીક રેલ્વે ગરનાળામાંથી યુવતીની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવતી અમદાવાદથી સોમનાથ-જબલપુર એક્સપ્રેસમાં બેસીને ભોપાલ જતી હતી. જોકે, ચાલુ મુસાફરી દરમ્યાન મૃતક મહિલા ગુમ થતા પરિજનોએ પીલીસને જાણ કરી હતી. રેલવે પોલીસે યુવતીની શોધખોળમાં લીમખેડા નજીક હોવાનું બહાર આવ્યું હતું. યુવતી મધ્ય પ્રદેશના અનુપનગરની છે. લીમખેડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. લીમખેડા પોલીસે મૃતક યુવતીનું પેનલ પીએમ કરી મૃતદેહને પરિવારને સોંપ્યો છે. ત્યારે રેલવેના ગરનાળામાં યુવતીની લાશ કેવી રીતે પહોંચી તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.